Rajasthan: રાજસ્થાન સબઓર્ડિનેટ એન્ડ સર્વીસીઝ સેલિકેશન બોર્ડે ફૉરેસ્ટર અને ફૉરેસ્ટ ગાર્ડના પદો પર બમ્પર ભરતી બહાર પાડી છે. તે કેન્ડિડેટ્સ જે આ પદો માટે અરજી કરવા યોગ્ય અને ઇચ્છુક છે. તે RSMSSBની અધિકારીક વેબસાઇટ પર જઇને એપ્લાય કરી શકે છે. આ ભરતીમાં ડ્રાઇવના માધ્યમથી 2399 પદો ભરવામાં આવશે.
ક્યાંથી કરી શકાશે અરજી -
આ પદો માટે માત્ર ઓનલાઇન એપ્લાય કરી શકાશે. આ પછી તમારે રાજસ્થાન અધીનસ્થ અને મંત્રાલયિક સેવા પસંદગી બોર્ડની અધિકારીક વેબસાઇટ પર જવુ પડશે. જેનુ એડ્રેસ છે – rsmssb.rajasthan.gov.in.... આ પદોની ખાસ વાત છે કે આ માટે કોઇ માન્યતા પ્રાપ્ત બોર્ડથી દસમુ અને બારમુ પાસ કરેલા ઉમેદવાર એપ્લાય કરી શકે છે. વિસ્તારથી જાણવા માટે નૉટિસ જોઇ શકો છો. આ પદો પર અરજીની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે, અને એપ્લાય કરવાની અંતિમ તારીખ 29 માર્ચ 2022 છે. આ ભરતી પહેલા બહાર પાડી હતી, જેની અરજીઓ ફરીથી સરૂ થઇ છે.
વય મર્યાદા અને ફી -
જ્યાં સુધી ઉંમરમર્યાદાની વાત છે, તો આ પદ અનુસાર જુદાજુદા છે. ફૉરેસ્ટ ગાર્ડ પદ માટે ઉંમર મર્યાદા 18 થી 24 વર્ષની છે. વળી ફૉરેસ્ટર પદ માટે ઉંમર મર્યાદા 18 થી 40 વર્ષની નક્કી કરવામાં આવી છે. આ પદો પર અરજી કરવા માટે ઉમેદવારને 450 રૂપિયા ફી આપવી પડશે. રાજસ્થાનમાં સરકારી નોકરી શોધી રહેલા યુવાઓ આ પદો માટે અરજી કરી શકે છે.
આ પણ વાંચો.........
Rose Farming: ઓછા ખર્ચે મબલખ નફો, ગુલાબની ખેતી કરીને ખેડૂતો કમાઈ શકે લાખો રૂપિયા
ચાલુ IPL સીઝનમાં બાયો બબલ તોડવો મોંઘો પડશે, થઈ શકે છે આટલા કરોડનો દંડ, જાણો નવા નિયમો
દુનિયામાં પ્રથમવાર ઈઝરાયેલમાં ઓમિક્રોન અને "સ્ટીલ્થ" BA.2 વેરિઅન્ટના લક્ષણોવાળા 2 દર્દી નોંધાયા
Holi 2022: હોલિકા દહન પર 'ભદ્ર'ની છાયા, જાણો હોળી પ્રગટાવવાનું શુભ મુહૂર્ત શું છે....
Holi Wishes: હોળીના આજના તહેવાર પર પ્રિયજનને મોકલો આવા બેસ્ટ શુભેચ્છા મેસેજો....
Education Loan Information:
Calculate Education Loan EMI