IPS Ranks & Salary: ભારતીય પોલીસ સેવા એટલે કે આઇપીએસ (IPS) એક પ્રતિષ્ઠિત પૉસ્ટ છે. ભારતીય પોલીસ સેવા (Indian Police Service)માં ભરતી સંઘ લોક સેવા આયોગ (UPSC) દ્વારા લેવામાં આવે છે. દર વર્ષ લાખો ઉમેદવાર (Applicant) યુપીએસસી સિવિસ સેવા પરીક્ષા આપે છે, પરંતુ બહુ ઓછા જ અભ્યર્થી આઇપીએસ (IPS) બની શકે છે. IPS અધિકારી હોવુ ગર્વની વાત છે અને દેશના લોકોની સેવા કરવાનો અવસર છે. આ ઉપરાંત ભારતમાં IPS અધિકારીઓનો પગાર પણ સારો એવો હોય છે, જે યુવાઓને આકર્ષિત કરે છે. એક આઇપીએસ અધિકારીનુ મૂળ વેતન પ્રતિ માસ 56,100 રૂપિયા (ટીએ, ડીએ અને એચઆરએ વધારા સાથે)થી શરૂ થાય છે અને એક ડીજીપી પદ માટે 2,25,000 રૂપિયા સુધી પહોંચે છે. 

લૉએસ્ટ રેન્ક જેના પર એક IPS અધિકારીની પસંદગી કરવામાં આવે છે, તે પોલીસ ઉપાધીક્ષક (DSP) ની હોય છે. જેને બાદમાં એડિશનલ પોલીસ અધીક્ષક (ASP)માં પદોન્નત કરવામાં આવે છે. આ બન્ને સેવાઓના વેતનમાનમાં બહુજ ઓછુ અંતર હોય છે. ડીએસપી પે લેવલ 10 અને એએસપી 'પે લેવલ 11' છે. જ્યારે એક IPSને દિલ્હીમાં નિયુક્ત કરવામાં આવે છે. તો તેને સહાયક પોલીસ આયુક્ત કે અતિરિક્ત પોલીસ ઉપાયુક્તનુ પદ પ્રાપ્ત થઇ શકે છે. એક આઇપીએસ અધિકારી (IPS Officer)ને રાજ્યમાં સર્વોચ્ચ પદ પોલીસ મહાનિદેશક (DGP)નું હોય છે. ડીજીપી રાજ્ય પોલીસ દળોના પ્રમખ હોય છે. 

પૉસ્ટ અને સેલેરી - 

પૉસ્ટ સેલેરી-પગારધોરણ
ડેપ્યૂટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DSP)  56,100 રૂપિયા
એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ASP)  67,700 રૂપિયા
સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (SP)  78,800 રૂપિયા
ડેપ્યૂટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DIGP) 1,31,100 રૂપિયા
​ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IGP) 1,44,200 રૂપિયા
એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP) 2,05,400 રૂપિયા
​ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP)  2,25,000 રૂપિયા

 

આ પણ વાંચો....... 

RBIમાં નોકરી મેળવવાની શાનદાર તક, 905 જગ્યા માટે ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી

બૉલીવુડની સુપર હૉટ એક્ટ્રેસને લાગ્યો કોરોનાનો ચેપ, બહેને આપી જાણકારી

SIDBI માં ગ્રેડ A ની બમ્પર પોસ્ટ માટે ભરતી બહાર પડી, અરજી પ્રક્રિયા 4 માર્ચથી શરૂ થઈ

Russia-Ukraine War: કારમાં લાગેલા કેમેરામાં કેદ થયો મિસાઇલ હુમલાનો Live Video

Tips: ડિજીટલ ડૉક્યૂમેન્ટમાં પણ આ આસાન ટ્રિકથી કરી શકો છો e-Sign, જાણો શું છે સ્ટેપ્સ...........

યુદ્ધમાં તબાહી જોતા આ મોટા દેશના નેતાએ કરી પુતિન સાથે વાત, પરંતુ પુતિને શું કહેતા ચોંકી ગયા.............


Education Loan Information:

Calculate Education Loan EMI