Assembly Elections 2022:  કોરોના મહામારી વચ્ચે 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવાની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરતી વખતે ચૂંટણી સંબંધિત કાર્યક્રમની માહિતી શેર કરી હતી. ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ તમામ ચૂંટણી રાજ્યોમાં આદર્શ આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે.





  • ઉત્તર પ્રદેશમાં 403 બેઠકો માટે 7 તબક્કામાં ચૂંટણી યોજાશે. ઉત્તરાખંડની તમામ 70 વિધાનસભા બેઠકો માટે 1 તબક્કામાં ચૂંટણી યોજાશે. પંજાબમાં 117 વિધાનસભા સીટો માટે 1 તબક્કામાં ચૂંટણી યોજાશે. ગોવામાં 40 વિધાનસભા બેઠકો માટે પણ 1 તબક્કામાં ચૂંટણી યોજાશે. મણિપુરમાં 60 બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી યોજાશે.

  • યુપીમાં 7 તબક્કામાં, મણિપુરમાં બે તબક્કામાં અને ગોવા, ઉત્તરાખંડ અને પંજાબમાં માત્ર એક જ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. યુપીમાં પ્રથમ તબક્કો 10 ફેબ્રુઆરી, બીજો તબક્કો 14 ફેબ્રુઆરી, ત્રીજો તબક્કો 20 ફેબ્રુઆરી, ચોથો તબક્કો 23 ફેબ્રુઆરી, પાંચમો તબક્કો 27 ફેબ્રુઆરી, છઠ્ઠો તબક્કો 3 માર્ચ, સાતમો તબક્કો. 7 માર્ચના રોજ. આ સિવાય યુપી ઉપરાંત પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં 14 ફેબ્રુઆરીએ મતદાન થશે. આ ત્રણ રાજ્યોમાં એક જ તબક્કામાં મતદાન થશે. મણિપુરમાં બે તબક્કામાં 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે મતદાન થશે. 10 માર્ચે મતગણતરી થશે.

  • 80 વર્ષથી મોટા કે કોવિડ-19 સંક્રમિતો પોસ્ટલ બેલેટથી મત આપી શકશે. ઉત્તરપ્રદેશમાં 29 ટકા મતદારો પ્રથમ વખત મતદાન કરશે.

  • સુવિધા એપ દ્વારા ઓનલાઈન નોંધણી કરવામાં આવશે. ઉમેદવારો ઓનલાઈન પણ નોંધણી કરાવી શકે છે.

  • 15 જાન્યુઆરી સુધી શેરી સભા, રેલી, રોડ શો પર પ્રતિબંધ રહેશે. ડોર ટુ ડોર પ્રચારમાં માત્ર 5 લોકો જ ભાગ લેશે.

  • ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા તમામ કર્મીઓ ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકે ગણાશે અને તે પૈકી પ્રિકોશનરી ડોઝ લેવા લાયકને ડોઝ અપાશે.

  • તમામ મતદાન મથકો પર માસ્ક, સેનિટાઇઝર ઉપલબ્ધ થશે.

  • ચૂંટણી પંચે ત્રણ લક્ષ્યાંક- કોવિડ સેફ ઈલેક્શન, સરળ ઈલેક્શન અને મતદારોની વધારે ભાગીદારી પર કામ કર્યુ છે.