અમદાવાદ : ગર્લફ્રેન્ડે ફોન કરીને બોલાવતાં મળવા માટે 22 વર્ષનો બિઝનેસમેન યુવક નવરંગપુરાના જોગર્સ પાર્કમાં ગયો હતો. યુવક ગર્લફ્રેન્ડ સાથે પ્રેમાલાપમાં વ્યસ્ત હતો ત્યારે યુવક સાથે થયેલા ભૂતકાળના ઝગડાનો બદલો લેવા આવી પહોંચેલા દસ શખ્સોએ યુવકને માર મારી કારમાં અપહરણ કર્યું હતું. ચાલુ કારે પગ દબાવડાવી અને અભદ્ર હરકતો કરીને તેનો વિડીયો ઉતારવામાં આવ્યો હતો. એ પછી યુવકને શાહીબાગ ઘેવર સર્કલ પાસે ઉતારીને આરોપીઓ કારમાં નાસી ગયા હતા.


આ ઘટનાની વિગત એવી છે કે, જમાલપુરમાં રહેતો 22 વર્ષનો નિખીલ નટવરભાઈ સરગરા ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. નિખીલે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, 4 ડીસેમ્બરે બપોરે 12-30 વાગ્યે ગર્લફ્રેન્ડનો ફોન આવતાં નિખીલ તેને મળવા નવરંગપુરા જોગર્સ પાર્ક પાસે ગયો હતો. નિખિલ ગર્લફ્રેન્ડ પાસે બેઠો હતો ત્યારે  બાપુનગરમાં રહેતા વિવેક પ્રજાપતિ અને અભિષેક આવ્યા હતા. વિવેકે નિખીલને ડોક પર લાકડી મારી હતી.


નિખીલ પડી જતાં બીજા દસ લોકો આવ્યા હતા અને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. નિખીલ જોગર્સ પાર્કથી કોમર્સ છ રસ્તા જતા રોડ પર ભાગવા લાગ્યો હતો પણ અમુલ પાર્લરથી થોડે દૂર નીચે પછડાયો હતો. તેની પાછળ આવતા લોકોએ નિખીલને બલેનો કારમાં નાંખ્યો હતો. વિવેક પ્રજાપતિ અને તેની સાથે રહેલા લોકો વાળ પકડીને મારવા લાગ્યા હતા. વિવેકે છરી બતાવી કારમાં બેસાડી દીધા પછી અશ્લીલ હરકત કરી હતી. તેણે નિખીલ પાસે હાથ જોડાવીને પગ દબાવડાવ્યા હતા અને પોતાના ફોનથી વિડીયો બનાવ્યો હતો. નિખીલને જાનથી મારી નાંખવા ધમકી આપી હતી.


આ રીતે માર માર્યા પછી નિખીલને શાહીબાગ ઘેવર સર્કલ પાસે ઉતારીને આરોપીઓ કારમાં નાસી ગયા હતા. વી.એસ. હોસ્પિટલમમાં સારવાર લઈ નિખિલે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. યુનિવર્સિટી પોલીસે વિવેક પ્રજાપતિ, તેના ભાઈ સૌમિલ સહિત પાંચ શખ્સોને ઝડપી લીધા છે. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે, ભૂતકાળમાં થયેલા ઝગડાનો બદલો લેવા આ હુમલો કરાયો હતો. 


આ પણ વાંચો--


ગુજરાતની આ યુનિવર્સિટી બની કોરોનાનું હોટસ્પોટ, 50થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને થયો કોરોના


Porscheએ ભારતમાં લૉન્ચ કરી 2 નવી સ્પોર્ટ્સ કારો, જાણો શું છે કિંમત


નાનું રોકાણ-મોટું ફંડ, પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોજ જમા કરો 50 રૂપિયા, તમને મળશે આટલા લાખ રૂપિયા


Gujarat New Corona Guidelines: ગુજરાતમાં હવે રાતના 10 વાગ્યાથી જ 10 શહેરોમાં નાઈટ કરફ્યુ, 8 મહાનગર સાથે બીજા બે ક્યાં શહેરોમાં કરફ્યુ ?


અમદાવાદની આ હિન્દી સીરિયલની અત્યંત લોકપ્રિય એક્ટ્રેસના થયા ડિવોર્સ, સરોગસીથી જન્મેલી બે વર્ષની છે દીકરી