Fact Chek EVM Malfunction: લોકસભા ચૂંટણી માટે મતદાનના બે તબક્કાઓમાં મતદાન પૂર્ણ થઇ ગયું છે. ત્રીજા તબક્કાની ચૂંટણી દરમિયાન 7 મેના રોજ દેશની 94 લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) સંબંધિત એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયોમાં દેખાતી વ્યક્તિ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) છે.
EVMમાં ખામી હોવાનો લાઈવ ડેમો દાવો
દાવા મુજબ આ અધિકારી જાહેરમાં EVMમાં ગરબડ હોવાનો લાઈવ ડેમો આપી રહ્યા છે અને તેની ખામીઓ દર્શાવી રહ્યા છે, જેના દ્વારા ચૂંટણીના પરિણામો સાથે ચેડાં કરી શકાય છે.
વિશ્વાસ ન્યૂઝે આ વાયરલ વીડિયોની તપાસ કરતાં આ દાવો ખોટો હોવાનું જણાયું હતું. તથ્ય તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ વાયરલ વીડિયોમાં દેખાતી વ્યક્તિ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી (સીઇઓ) નથી. અને વીડિયોમાં જોવા મળતું મશીન પણ ઇવીએમ નથી.
શું છે વાયરલ વીડિયોનું સત્ય?
ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીનુ નામ પી.ભારતી છે. વાયરલ વીડિયોની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ વીડિયો ઈવીએમ હટાઓ, દેશ બચાવો અભિયાન દરમિયાન યોજાયેલી પ્રેસ કોન્ફરન્સનો છે. આ વીડિયોમાં દેખાતા વ્યક્તિનું નામ અતુલ પટેલ છે, જે ઈવીએમ પર સવાલો ઉઠાવી રહ્યો છે.
આ વિડિયો 10 એપ્રિલ, 2024ના રોજ ઇન્સ્ટાગ્રામ પર alonebut200 નામના આઈડી પર શેર કરવામાં આવ્યો હતો. આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, "ગુજરાતના CEOએ EVM ખરાબીનો લાઈવ ડેમો આપ્યો, લાઈવ ઈવીએમ ખરાબી જોઈને ભાજપ સરકાર પરેશાન. ઈવીએમમાં ગરબડનો જીવંત પુરાવો."
આ છે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી
અહીંથી વીડિયો ઉતારીને ખોટા દાવા કરવામાં આવ્યા હતા
વીડિયોની તપાસ દરમિયાન આ વીડિયો ઈવીએમ હટાઓ દેશ બચાવો આંદોલનની પ્રેસ કોન્ફરન્સનો હોવાનું જાણવા મળ્યું હતું. આ વીડિયો 2 ફેબ્રુઆરી, 2024ના રોજ rime media goa નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં સંગઠનના કન્વીનર એડવોકેટ ભાનુ પ્રસાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જોવા મળે છે.
તે પોતાનું ભાષણ પૂરું કર્યા પછી એક વ્યક્તિ EVM ખરાબીનો ડેમો આપતો જોવા મળે છે અને તે જ ક્લિપ વાયરલ થઈ રહી છે, જેના વિશે ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે. પત્રકાર પરિષદના બ્રેકગ્રાઉન્ડમાં ટેકનિકલ નિષ્ણાત તરીકે અતુલ પટેલનું નામ નજરે પડે છે.
ચૂંટણી પંચે આ દાવાને ખોટો જાહેર કર્યો હતો
ચૂંટણી પંચે પણ સોશિયલ મીડિયા પર આ વીડિયો પોસ્ટ કરીને દાવાને નકારી કાઢ્યો હતો. વીડિયો અંગે ચૂંટણી પંચે ટ્વિટર પર લખ્યું છે કે, "સોશિયલ મીડિયા પર EVM સાથે છેડછાડને લઈને નકલી દાવાઓ સાથે એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે અને તેનો શ્રેય ગુજરાતના CEOને આપવામાં આવી રહ્યો છે. સ્પષ્ટતા કરવામાં આવી છે કે ફોટામાં દેખાતી વ્યક્તિ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી નથી અને વીડિયોમાં બતાવેલ મશીન પણ ઈવીએમ નથી. આ વીડિયોને લઇને જે પણ દાવો કરવામાં આવી રહ્યો છે તે ખોટો છે.
Disclaimer: This story was originally published by विश्वास.News and republished by ABP Live Hindi as part of the Shakti Collective.