નવી દિલ્હીઃ એક્ઝિટ પોલ પર જો વિશ્વાસ કરવામાં આવે તો મોદી સરકાર ફરી સત્તામાં આવી રહી છે. પરંતુ ભૂતકાળમાં જોઈએ તો ચૂંટણી સર્વે એજન્સીઓનું અનુમાન ખરેખર પરિણમની નજકી પણ નથી પહોંચી શક્યા. વર્ષ 2014મં એનડીએ મોદી લહેર પર સવાર થઈને 336 સીટ સાથે સત્તામાં આવી હતી. પરંતુ એ પહેલા થયેલા સર્વેમાં માત્રે ટુડેઝ ચાણક્યએ જ એનડીએનો આંકડો 300ની પાર જવાનો અંદાજ લગાવ્યો હતો. તેને છોડીને બાકી બધાના અંદાજ ખોટા સાબિત પડ્યા હતા.




ચાણક્યએ એનડીએને 340 સીટ મળવાનો અંદાજ લગાવ્યો હતો અને ભાજપને 291 આપી હતી, જ્યારે ભાજપે 282 સીટ પર જીત મેળવી હતી. એ ચૂંટમીમાં ટાઈમ્સ નાવે 249 સીટનો અંદાજ આપ્યો હતો. સીએનએન-આઈબીએન-સીએસડીએસ લોકનીતિએ એનડીએને 272-280ની વચ્ચેનો અંદાજ આપ્યો હતો.

અન્ય અંદાજની વાત કરીએ તો હેડલાઈન્સ ટુડે અને ઇન્ડિયા ટીવી સી વોટરે એનડીએને ક્રશમઃ 261-283 અને 289 સીટ મળવાનો અંદાજ આપ્યો હતો. તેવી જ રીતે વર્ષ 2009માં બધાના અંદાજ ખોટા સાબિત પડ્યા હતા. એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું હતું કે, એનડીએ યૂપીએ પાસેથી સત્તા આંચકી લેશે, જ્યારે યૂપીએએ સત્તા પર પોતાની પકડ જાડવી રાખી અને કોંગ્રેસે 2004માં મળેલી 145 સીટની સામે વધીને 206 સુધી પહોંચી.



સ્ટાર ન્યૂઝ એસી નીલસનો અંદાજ હતો કે એનડીએને 197 સીટ મળશે, પરંતુ 159 સીટ જ મળી હતી. ટાઈમ્સ નાઉએ 183 સીટનો અંદાજ આપ્યો હતો. અન્ય સર્વેમાં એનડીટીવી અને હેડલાઈન્સ ટુડેએ એનડીએને ક્રશમઃ 177 અને 180 સીટનો અંદાજ આપ્યો હતો.

વર્ષ 2004માં આઉટલુટ એમડીઆરએ અને સ્ટાર સી વોટરે અંદાજ લગાવ્યો હતો કે અટલ બિહારી વાજપેયી ભાજપની 275 અને એનડીએની 290 સીટ સાથે સત્તામાં વાપશી કરશે, પરંતુ એવું ન થયું. અન્ય મતદાન સર્વેમાં આજતક અને એનડીટીવીએ અંદાજ લગાવ્યો હતો કે એનડીએ કોંગ્રેસ કરતાં સારું પ્રદર્શન કરતાં 248થી 250 સીટ લઈ જશે, પરંતુ એ ખોટું સાબિત થયું.