પણજી: ભારતીય જનતા પાર્ટીએ પ્રમોદ સાવંતને ગોવાના નવા મુખ્યમંત્રી બનાવ્યા છે. ઓક્ટોબર 2018માં જ્યારે મનોહર પર્રિકર બીમાર હોવાની જાહેરાત કરવામાં આવી ત્યારથી જ તેઓ ગોવાની રાજનીતિમાં સક્રિય થઈ ગયા હતા. ફેબ્રુઆરીમાં જ્યારે મનોહર પર્રિકરને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે પ્રમોદ સાવંતે લોકોને આ અંગેની માહિતી આપી હતી.




સાવંત ઉત્તર ગોવાની Sanquelim વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા છે. તેઓ વ્યવસાયે એક આયુર્વેદિક ડોક્ટર છે. તેમને મનોહર પર્રિકરના નજીકના માનવામાં આવે છે. પ્રમોદ સાવંતની પત્ની સુલક્ષણ સાવંત શિક્ષિકા રહી ચુક્યાં છે, હાલ તેઓ બીજેપી મહિલા મોરચાના અધ્યક્ષ છે. પ્રમોદ સાવંતનો જન્મ 24મી એપ્રિલ, 1973ના રોજ થયો હતો. તેમણે આયુર્વેદનો અભ્યાસ કર્યો છે.



સાવંત ગોવામાં બિચોલિમ તાલુકાના એક ગામ કોટોંબીના રહેવાસી છે. સાવંતનો નાનપણથી આરએસએસની સાથે સંબંધ રહ્યો છે. આરએસએસની તરફ ઝુકાવના લીધે જ હિન્દુત્વની વિચારધારાના પ્રત્યે તેમાં સમર્પણ આવ્યું હતું. તેમના પિતા પાંડુરંગ સાવંત પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય રહી ચૂક્યા છે. તેઓ ભારતીય જનસંઘ, ભારતીય મજદૂર સંઘના સક્રિય સભ્યા હતા. ભાજપના વફાદાર કાર્યકર્તા તરીકે તેમની ઓળખ હતી.



સાવંત થોડાંક સમય માટે આરએસએસમાં રહ્યા છે. તેમની રાજકારણમાં વધુ દિલચસ્પી હતી. આથી તેમને ભાજપમાં સામેલ કરાયા હતાં. તેમને બિચોલિમ તાલુકા આરએસએસ શાખાના બૌદ્ધિક પ્રમુખ તરીકે પણ પોતાની સેવા આપી હતી. પરંતુ તેમણે આરએસએસની ગતિવિધિઓમાં વધુ સમય આપ્યો નથી.



સાવંતે આયુર્વેદ ઔષધિમાં ગ્રેજ્યુએશન કર્યાં બાદ પોસ્ટ ગ્રેજ્યુએશન સામાજિક કાર્યમાં કર્યું હતું. તેમણે મેડિકો-લીગલ સિસ્ટમનો પણ અભ્યાસ કર્યો છે. તેમની રાજકારણમાં એન્ટ્રી વર્ષ 2008માં ભાજપના નેતૃત્વના આગ્રહ બાદ થઈ હતી. સાંકેલિમ (અબ સાખલી) સીટ ખાલી થઈ હતી ત્યાંથી તેમને ચૂંટણી લડવાનું કહ્યું હતું. તે સમયે તેઓ માપુસા સ્થિત ઉત્તરી જિલ્લા હોસ્પિટલમાં આયુર્વેદના ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતાં.



ભાજપના નેતૃત્વના આગ્રહ બાદ તેમણે પોતાની સરકારી નોકરી છોડી દીધી અને ભાજપના ઉમેદવાર તરીકે પેટાચૂંટણી લડ્યા હતાં. જોકે, તેમઓ પેટાચૂંટણીમાં પરાજય થયો હતો. પરંતુ વર્ષ 2012માં તેઓ વિજેતા તરીકે ઉભરી આવ્યા હતાં. 2017ની ચૂંટણીમાં એક વખત ફરીથી તેઓ સાખલીથી ચૂંટણી જીતી વિધાનસભામાં આવ્યા હતાં. 2017મા મનોહર પર્રિકરના નેતૃત્વવાળી સરકારમાં તેમને વિધાનસભા અધ્યક્ષ બનાવામાં આવ્યા હતાં.