લખનઉઃ પશ્ચિમ બંગાળમાં અમિત શાહના રોડ શો વખતે થયેલી હિંસા મુદ્દે બીએસપી સુપ્રીમો માયાવતીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેણે કહ્યું કે, એક દિવસ પહેલા ચૂંટણી પ્રચાર પર રોક લગાવવી ખોટું છે. જો રોક લગાવવી જ હતી તો ગઇકાલથી જ લાગુ કરી દેવી જોઈતી હતી. આજે બંગાળમાં મોદીની 2 રેલી છે, તેથી રાત્રે 10 કલાકથી પ્રચાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચૂંટણી પંચ દબાણમાં કામ કરી રહ્યું છે.


PM મોદી, અમિત શાહ અને તેમના નેતાઓ મમતા બેનર્જીને યોજનાપૂર્વક નિશાન બનાવી રહ્યા છે. આ ખૂબ ખતરનાક અને અન્યાયપૂર્ણ પ્રવૃત્તિ છે. દેશના પીએમને શોભતું નથી તેમ માયાવતીએ કહ્યું હતું.


BJPની કોશિશ બંગાળના મુદ્દાને ગરમાવીને સરાકારની નિષ્ફળતા પરથી લોકોનું ધ્યાન હટાવવાનું છે. પરંતુ યુપીની જેમ બંગાળના લોકો પણ બીજેપીને જવાબ આપશે. પીએમની સભા બાદ ચૂંટણી પ્રચાર પર રોકથી સ્પષ્ટ છે કે આ ચૂંટણી Free અને Fair નથી. જે ખૂબ નિંદનીય અને શરમજનક છે.

કોંગ્રેસ નેતા અહેમદ પટેલે પણ ચૂંટણી પંચના ફેંસલા પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે ટ્વિટ કરીને લખ્યું, જો બંગાળમાં સ્થિતિ આટલી ખરાબ હોય તો ચૂંટણી પ્રચાર પર તાત્કાલિક રોક લગાવી દેવી જોઈએ. ચૂંટણી પંચ કોની રાહ જોઈ રહ્યું છે. ગુરુવારે પ્રધાનમંત્રીની રેલી હોવાથી આમ કરવામાં આવી રહ્યું છે?

NDAની ફરી બનશે સરકાર, 23 મે બાદ વિપક્ષ કરશે અનુલોમ વિલોમઃ બાબા રામદેવ

ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની શરૂઆત, કેટલો પડશે વરસાદ, જાણો વિગત

વર્લ્ડકપની ટીમમાં વધુ એક ગુજરાતી ખેલાડીનો સમાવેશ થઈ શકે છે, જાણો વિગત

અમરેલીઃ બાઇક પાછળ મારણ બાંધી સિંહને પાછળ દોડાવ્યો, વીડિયો વાયરલ