અયોધ્યાઃ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ પાંચ વર્ષમાં પહેલીવાર અયોધ્યા આવ્યા, અહીં તેમને એક ચૂંટણી સભાને સંબોધતા ‘જય શ્રીરામ’નો જયકારો લગાવ્યો હતો. રેલીમાં પીએમે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી પર હુમલો પર કર્યો હતો. તેમને કહ્યું કે લોકોનો મારા પ્રત્યેનો પ્રેમ જોઇને સપા-બસપાનું બીપી વધી જાય છે.
રેલીને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે ‘’બાબા સાહેબ આંબેડકરનું નામ જે શહેર સાથે જોડાયેલુ છે, જે શહેર સાથે રામ મનોહર લોહિયાનું નામ જોડાયેલું છે. એવા શહેરમાં આવીને હું મારી જાતને ગૌરવાન્તિત મહેસૂસ કરી રહ્યો છું. આ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની ભૂમિ છે. આ સ્વાભિમાનની ધરતી છે. દેશમાં આ જ સ્વાભિમાન છેલ્લા પાંચ વર્ષમાં ઘણુ વધ્યુ છે.’’
સપા-બસપા ગઠબંધન પર કટાક્ષ કરતાં પીએમ મોદીએ કહ્યું કે, સપા-બસપા અને કોંગ્રેસ આતંક પર નરમીનો જુનો રેકોર્ડ છે. આપણી સુરક્ષા એજન્સીઓ આતંકીઓના મદદગારોને પકડતી હતી અને તેઓ વૉટ માટે તેમને છોડી દેતા હતા. આજે આ જ મહામિલાવટી ફરીથી કેન્દ્રમાં એક મજબૂર સરકાર બનાવવાના ચક્કરમાં છે.
પીએમ મોદીએ પોતાનું ભાષણ ‘જય શ્રીરામ’ અને ‘ભારત માતા કી જય’ના નારા સાથે પૂર્ણ કર્યુ હતુ.
પાંચ વર્ષમાં પહેલીવાર અયોધ્યા પહોંચ્યા પીએમ મોદી, લગાવ્યો ‘જય શ્રીરામ’નો જયકારો, જાણો વિગતે
abpasmita.in
Updated at:
01 May 2019 03:05 PM (IST)
પીએમ મોદીએ કહ્યું કે, સપા-બસપા અને કોંગ્રેસ આતંક પર નરમીનો જુનો રેકોર્ડ છે. આપણી સુરક્ષા એજન્સીઓ આતંકીઓના મદદગારોને પકડતી હતી અને તેઓ વૉટ માટે તેમને છોડી દેતા હતા
- - - - - - - - - Advertisement - - - - - - - - -