રાહુલ ગાંધીએ આ ટ્વિટમાં #AbAAPkiBaari હેશટેગનો ઉપયોગ કર્યો હતો. નોંધનીય છે કે ઘણા સમયથી હરિયાણા અને દિલ્હીમાં કોગ્રેસ સાથે ગઠબંધન કરવાને લઇને આમ આદમી પાર્ટી તરફથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ કોગ્રેસમાં આ વાતને લઇને સહમતિ સધાઇ રહી નથી.
હવે જ્યારે રાહુલ ગાંધીએ આપ સાથે ગઠબંધનને કરવાને લઇને નિર્ણય કેજરીવાલ પર છોડી દીધો છે ત્યારે માનવામાં આવી રહ્યું છે કે આ અંગે ટૂંક સમયમાં કોઇ જાહેરાત થઇ શકે છે. જોકે, આમ આદમી પાર્ટી તરફથી રાહુલને જવાબ આપવામાં આવ્યો છે. પાર્ટીના નેતા સંજય સિંહે કહ્યું કે, પંજાબમાં આપના ચાર સાંસદ 20 ધારાસભ્યો છે જ્યારે કોગ્રેસ એક પણ બેઠક આપવા માંગતી નથી. હરિયાણા જ્યાં કોગ્રેસના એક સાંસદ છે ત્યાં પણ એક પણ બેઠક આપવા માંગતી નથી. દિલ્હીમાં કોગ્રેસના એક પણ ધારાસભ્ય નથી છતાં કોગ્રેસ અમારી પાસે 3 બેઠકો માંગી રહી છે શું આ રીતે થાય છે ગઠબંધન? શું તમે બીજા રાજ્યોમાં ભાજપને રોકવા કેમ માંગતા નથી?