નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં  ઈવીએમ અને વીવીપેટ સાથે 50 ટકા મતોની સરખામણી બાદ પરિણામ જાહેર કરવાને લઈને સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચને એક નોટિસ પાઠવી છે. કોર્ટે વિપક્ષી દળોની અરજી પર શુક્રવારે આ મામલે સુનાવણી કરી હતી.
વિપક્ષના 21 પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. અને માંગ કરી હતી કે આગામી ચૂંટણીમાં 50 ટકા ઈવીએમના પરિણામને વીવીપેટ સાથે સરખામણી કરી તેના બાદ પરિણામની જાહેરાત કરે. આ મુદ્દે ચીફ જસ્ટિસ ગોગોઈની અધ્યક્ષતામાં સુનાવણી થઈ હતી.


યુપીમાં BJPએ અપના દલ સાથે કર્યુ ગઠબંધન, કેટલી બેઠકો આપી, જાણો વિગતે

ભાજપ ક્યારે કરી શકે છે 180 ઉમેદવારોના નામની જાહેરાત, જાણો વિગત

સુનાવણી દરમિયાન પીઠે ચૂંટણી આયોગને જણાવ્યું કે 25 માર્ચ સુધી પોતાનો જવાબ આપે. આ દિવસે જ આ મામેલે આગામી સુનાવણ થશે. કોર્ટે કહ્યું કે સુનાવણીમાં સહાયતા માટે ચૂંટણી આયોગના કોઈ જવાબદાક અધિકારી હાજર રહે.

ઉલ્લેખનીય છે કે વિપક્ષી દળ ઈવીએમને લઈને સત ચૂંટણીપંચ પર સવાલ ઉઠાવતા રહ્યાં છે. જો કે, ચૂંટણી પંચે તમામ આરોપને નકારી દેતા કહ્યું હતું કે ઈવીએમ સંપૂર્ણ સુરક્ષિત છે. અરજીકર્તાઓમાં શરદ પવાર, ડેરેક ઑબ્રાન, શરદ યાદવ, અખિલેશ યાદવ જીતન રામ માંઝી સહિત કેટલાક પક્ષના તેનાઓ સામેલ છે.

PM મોદી ગુજરાતમાં ક્યાંથી લડી શકે છે લોકસભાની ચૂંટણી?