ફ્રાન્સ સરકારના ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલય દ્વારા શુક્રવારે જારી કરવામાં આવેલ સંયુક્ત નિવેદનમાં કહ્યું કે, ફ્રાન્સ મસૂદને યૂરોપિયન યૂનિયનની આતંકવાદી યાદીમાં સામેલ કરવાને લઈને રજૂઆત કરશે. બીજી તરફ, પાકિસ્તાન ઉપર પણ આતંકવાદી મસૂદ પર કાર્યવાહી કરવાને લઈ જોરદાર વૈશ્વિક દબાણ છે. પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. આ હુમલામાં 40 જવાન શહીદ થયા હતા.
આ પહેલા પણ આતંકી મસૂદ અઝહરની વિરુદ્ધ ભારતને ફ્રાન્સથી મોટી મદદ મળી હતી. પુલવામા હુમલા પર ભારતને ફ્રાન્સનું મોટું સમર્થન મળ્યું હતું. ફ્રાનસ જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ લઈને આવ્યું હતું.