લખનઉ: બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના અલી અને બજરંલીના નિવેદનને લઈને જવાબ આપ્યો હતો. માયાવતીએ કહ્યું, અમારા અલી પણ છે અને બજરંગ બલી પણ. અમને બજરંગ બલી એટલે જોઈએ છે કે અમારી જાતીના છે. આ તેમની જાતીની શોધ ખૂદ સીએમ યોગીએ કરી છે. હું યોગીની આભારી છું. અલી અને બજરંગ બલીના જોડાણથી એક સારૂ પરિણામ મળવાનું છે.


માયાવતીએ કહ્યું, ઉત્તરપ્રદેશમાં યોગીની પાર્ટીને ન અલીના મત મળશે કે ન બજરંગ બલીના મત મળશે. દલિતો કૉંગ્રેસ અને ભાજપનો સાથ છોડી ચૂક્યા છે. માયાવતીનું કહેવું છે કે સમાજવાદી પાર્ટી, અજિત સિંહની પાર્ટી અને અમારા ગઠબંધનને મજબૂત બનાવો. માયાવતીએ કહ્યું, કૉંગ્રેસ કેંદ્ર અને રાજ્યમાં સત્તામાં રહી પરંતુ ગરીબો અને ખેડૂતો માટે કંઈ ન કર્યું. કૉંગ્રેસની ખોટી નીતિઓના કારણે તેઓ સત્તામાંથી બહાર થયા અને હવે ભાજપ આમ આદમીના વિરોધમાં કામ કરી રહી છે. એટલે હવે તેના પણ દિવસો જતા રહ્યા છે.