મુંબઈઃ શ્રીદેવીના ઘરે 13 દિવસની પૂજા શરૂ, વિરાટ-અનુષ્કા સહિત આવ્યા આ સેલેબ્સ
મુંબઈઃ બોલીવુડની પ્રથમ મહિલા સુપરસ્ટાર શ્રીદેવીના નિધન બાદ શનિવારે રામેશ્વરમના દરિયામાં તેની અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જે બાદ આજ(રવિવાર)થી બોની કપૂરના ઘરે પૂજા થઈ રહી છે. આ પૂજા 13 દિવસ સુધી ચાલશે. જેમાં શ્રીદેવીની તસવીર સામે દીવો પ્રગટાવીને રાખવામાં આવ્યો છે. રવિવારે કેટલાક સેલેબ્સ પણ બોની કપૂરના ઘરે પહોંચ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક્ટર ઇશાન ખટ્ટર પણ તેની ફ્રેન્ડ જ્હાન્વીને દિલોસોજી પાઠવવા આવ્યો હતો.
શિલ્પા અને શ્રીદેવી કરવા ચોથની પૂજા એકસાથે કરતી હતી.
શિલ્પા શેટ્ટી પણ પતિ રાજ કુંદ્રા સાથે બોની કપૂરના ઘરે આવી હતી.
કંગના રનૌત પણ મણિકર્ણિકાના શૂટિંગ માટે ઉદયપુરમાં હતી. આજે મુંબઈ પરત ફર્યા બાદ તે પણ શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપવા આવી હતી.
જે સેલેબ્સ શ્રીદેવીની અંતિમ યાત્રા વખતે મુંબઈ બહાર હોવાના કારણે સામેલ થઈ શક્યા નહોતા તેઓ એક-એખ કરીને બોની કપૂરના ઘરે આવી રહ્યા છે. આજે જ મધ્યપ્રદેશથી પરત ફરેલી બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા તેના પતિ વિરાટ કોહલી સાથે શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપવા આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -