નવી દિલ્હીઃ એક સ્ટિંગ ઓપરેશન અનુસાર જેકી શ્રોફ, કૈલાશ ખેર, સોનૂ સુદ, સની લિયોની અને વિવેક ઓબરોય સહિત 30થી વધારે બોલિવૂડ સ્ટાર રૂપિયા લઈને સોશિયલ મીડિયા પર પાર્ટીઓના એજન્ડાને આગલ વારવા માટે કથિત રીતે સહમતી દર્શાવી છે. ઓનલાઈન પોર્ટલ કોબરાપોસ્ટે આ સ્ટિંગ કર્યાનો મંગળવારે દાવો કર્યો છે.


કોબરાપોસ્ટના ઓપરેશન ‘કૈરીઓકે’માં સંવાદદાતાઓને જનસંપર્ક કંપનીના એક પ્રતિનિધિ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા અને આગામી લોકસભા ચૂંટણી પહેલા કથિત રીતે એક ડીલ માટે અભિનેતાઓ, ગાયકો, ડાન્સરો અને ટીવી સ્ટાર સાથે તેના મેનેજરોના માધ્યમથી મુલાકાત કર હતી.


કોબરાપોસ્ટના મુખ્ય સંપાદક અનિરૂદ્ધ બહલે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં કહ્યું કે, આ સ્ટિંગ અંદાજે 36 સ્તાર સાથે સંબંધિત છે જે ચૂંટણી પહેલા ખાસ રાજનીતિક પક્ષ માટે અનુકૂળ વાતાવરણ બનાવવામાં મદદ માટે પોતાના ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ પોસ્ટ કરવા માટે સહમત થયા છે.


કોબ્રા પોસ્ટના ખુલાસામાં બોલિવૂડની 36 એવી હસ્તીઓનો નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સની લિયોની, અમીષા પટેલ, મહિમા ચૌધરી, રાખી સાંવત, એવલિન શર્મા, વિવેક ઓબેરોય, જેકી શ્રોફ, ટિસ્કા ચોપડા, શક્તિ કપૂર, સોનૂ સૂદ, શ્રેયસ તલપડે જેવા નામો અગ્રેસર છે. આ સ્ટાર્સે 2019ની લોકસભાની ચૂંટણીમાં અનુકુળ માહોલ બનાવવામાં મદદ કરવા માટે પૈસા લઈને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અનુકુળ સંદેશ પોસ્ટ કરીને એક રાજકીય પાર્ટીને પ્રોત્સાહન આપવા માટે સહમત થયા છે.