ગાંધીનગર: ફિક્સ પગારમાં નોકરી કરતા લોકોના પગારમાં વધારો કરવાનો સરકારે નિર્ણય લીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ, સીધી ભરતીથી નોકરી મેળવેલ કર્મચારીઓ જેમને હાલ ફિક્સ પગાર મળી રહ્યો છે. તેમના પગારમાં સરકારે વધારો કરવાનો નિર્ણય લીધો છે. સરકારે વર્ગ 3 અને 4ના ફિક્સ પગાર કર્મચારીઓના પગારમાં વધારો કરવાની જાહેરાત કરી છે.


આ લાભ સીધી ભરતીથી ભરતી થયેલા કર્મચારીઓને મળશે. એટલે કે, બિન સરકાર ગ્રાંટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયકો તથા વહીવટી સહાયકો અને સાથી સહાયકોના પગારમાં સુધારો કરી વધારો કરવામાં આવ્યો છે.


સરકારે કરેલી જાહેરાત અનુસાર, જેમને હાલ રૂપિયા 10500 મળી રહ્યા છે તે કર્મચારીઓનો રૂપિયા 16224 પગાર કરવામાં આવશે. રૂપિયા 11,500 પગાર લેતાં કર્મચારીઓનો રૂપિયા 19,950 પગાર કરવામાં આવશે અને રૂપિયા 16500 ફિક્સ પગાર વાળા કર્મચારીને હવે રૂપિયા 25,000 પગાર મળશે. જ્યારે હાલ રૂપિયા 17,000નો ફિક્સ પગાર ધરાવતા કર્મચારીઓને હવે રૂપિયા 26,000 પગાર મળવા પાત્ર રહેશે.



ગુજરાતના ફિક્સ પગાર ધરાવતાં કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, જાણો કેટલાનો કરાયો વધારો?
28 ફેબ્રુઆરીએ પ્રિયંકા ગાંધી ગુજરાતના આંગણે, પ્રિયંકા કઈ જગ્યાએ પોતાની પ્રથમ ચૂંટણી સભા સંબોધશે, જાણો વિગત
અમદાવાદીઓ આનંદો: 4 માર્ચે અમદાવાદમાં દોડશે મેટ્રો ટ્રેન, PM નરેન્દ્ર મોદી કરશે ઉદ્ધાટન
અલ્પેશ ઠાકોરે લોકસભા ચૂંટણી લડવા અંગે શું કરી જાહેરાત ? જાણો વિગત