મુકેશ અંબાણીની પુત્રીની પ્રી-વેડિંગ પાર્ટી માટે આવ્યો 400 લક્ઝુરિયર્સ કારનો કાફલો, જાણો વિગત
ઈવેન્ટની સાથે એરપોર્ટ પર પણ આ કંપનીના બાઉન્સરને ગોઠવવામાં આવશે. આ સિવાય અન્ય જગ્યાઓથી 300 બાઉન્સર બોલાવવામાં આવ્યા છે. શેરા પોતે સમગ્ર સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખશે. આ પાર્ટીમાં 1000 મહેમાન આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅંબાણી પરિવારે ઉદેયુપરની તમામ મોટી હોટલોમાં બુકિંગ શરૂ કરી દીધું છે. કોઈ પણ પ્રકારની કમી ન રહે તે માટે રામપુરાથી આગળ એક ગાર્ડનમાં મોટો ડોમ પણ બનાવવામાં આવી રહ્યો છે. અંબાણી પરિવારે લગ્નને ભવ્ય બનાવવા માટે મુંબઈ, દિલ્હી અને જયપુરમાંથી ઈવેન્ટ કંપનીઓને હાયર કરી છે.
પ્રી-વેડિંગ સમારંભની સુરક્ષાની જવાબદારી સલમાન ખાનના બાઉન્સર શેરાની ટાઈગર કંપનીને આપવામાં આવી છે. લગ્નને કવર કરવા માટે 80 ટોપ ફોટોગ્રાફર પણ ઉદેયપુર પહોંચશે. આ ઉપરાંત મહેમાનોને અવર-જવર માટે મુકેશ અંબાણીએ ચાર્ટર પ્લેન પણ હાયર કર્યા છે.
લક્ઝરી કાર્સમાં જગુઆર, પોર્શ, મર્સિડીઝ, ઓડી અને બીએમડબલ્યુ જેવી કાર છે. ફાઈવ સ્ટાર હોટલ ઓબેરોય ઉદય વિલાસની પાસે હરી દાસની મગરીના એક ગાર્ડનમાં કારનું પાર્કિંગ બનાવાયું છે. આ કારની સુરક્ષામાં વિશેષ સુરક્ષા ગાર્ડ લગાડવામાં આવ્યા છે.
ઉદયપુરઃ 12 ડિસેમ્બરે મુંબઈમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અને આનંદ પીરામલ લગ્નગ્રંથીથી જોડાશે. આ પહેલા ઉદેયપુર 8થી 9 ડિસેમ્બરે પ્રી-વેડિંગ પાર્ટી રાખવામાં આવી છે. મહેમાનોની અવર-જવર કરવા માટે મંગળવારે મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા, ગુજરાત અને રાજસ્થાનના ઘણાં મોટા શહેરોમાંથી 400થી વધુ કાર ઉદયપુર પહોંચી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -