પોતાના પુત્રને પોતાની રમત બતાવવા માટે 6 વર્ષ બાદ ક્રિકેટમાં વાપસી કરશે આ ઓલરાઉન્ડર, જાણો વિગતે
તૈયબુએ કહ્યું કે, ‘મારો પુત્ર તાતેન્દા જુનિયર હંમેશા મને પુછે છે કે હું કેવી ક્રિકેટ રમુ છું, હવે તે આ રમતમાં દિલચસ્પી લઇ રહ્યો છે. જ્યારે હું રમતો હતો ત્યારે તે બહુ જ નાનો હતો અને તેને મારી રમત જોવાનો મોકો ન હતો મળ્યો. હું પુરેપુરો ફિટ છુ અને મને લાગે છે કે હું હજુ પણ સૌથી ફિટ ક્રિકેટરોમાં છું. મને લાગે છે કે હું તેને (તાતેન્દા જુનિયરને) બતાવુ કે હું કેવુ રમુ છું.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયા રિપોર્સ અનુસાર તૈયબુએ આ વાતની સ્પષ્ટતા કરતાં કહ્યું કે, તે પોતાના પુત્ર તાતેન્દા જુનિયર માટે વાપસી રહ્યો છે. ટેસ્ટમાં સૌથી ઓછી ઉંમરનો કેપ્ટન બનેલા તૈયબુએ પોતાની 11 વર્ષની કેરિયરમાં 28 ટેસ્ટ અને 150 વનડે મેચ રમી છે. તેને 2012માં 29 વર્ષની ઉંમરમાં ચર્ચમાં કામ કરવા પર ધ્યાન આપવા માટે ક્રિકેટને અલવિદા કહી દીધુ હતું.
ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન અને સિલેક્ટર્સના પૂર્વ સંયોજક રહેલા તૈયબુ ઇન્ટરનેશનલ ક્રિકેટમાથી સન્યાસ લીધાના છ વર્ષ બાદ પ્રતિસ્પર્ધી ક્રિકેટમાં વાપસી કરશે તો જરૂર પણ ઝિમ્બાબ્વેમાં નહીં શ્રીલંકામાં. તૈયબુ શ્રીલંકાની ડૉમેસ્ટીક ક્રિકેટ ટીમ બાદુરાલિયા સીસી માટે પ્રથમ શ્રેણી મેચોમાં રમશે.
નવી દિલ્હીઃ ક્રિકેટનો ઇતિહાસ એવા ઉદાહરણોથી ભરેલો છે જેમાં ખેલાડીઓએ વર્ષો બાદ મેદાન પર વાપસી કરી હોય. હવે ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન તાતેન્દા તૈયબુએ એક એવા કારણથી મેદાન પર વાપસી કરવાનો નિર્ણય લીધો જે થોડો અલગ છે. ખરેખર તૈયબુનું કહેવું છે કે તે પોતાના પુત્ર માટે ક્રિકેટના મેદાન પર વાપસી કરી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -