મુંબઈઃ બોલિવૂડ સ્ટાર્સની પોપ્યુલારિટી સમગ્ર વિશ્વમાં છે. તે પોતાની એક્ટિંગથી આજે કરોડો દિલો પર રાજ કરે છે. પરંતુ શું તમને ખબર છે આ ફિલ્મ સ્ટાર્સ ફિલ્મ સાઇન કરતા પહેલા કેવી કેવી માગ કરે છે. માટે આજે તમને આ ખાસ અહેવાલમાં અમે તમને બોલિવૂડના એવા સ્ટાર વિશે જણાવી રહ્યા છીએ જેની અજીબોગરીબ માગ વિશે સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે.



Kangana Ranaut- બોલિવૂડ ક્વીન કંગના હંમેશા પોતાની સાથે એક પર્સનલ અસિસ્ટન્ટ રાખે છે, જે તેની સાથે જોડાયેલ દરેક વાતનું ધ્યાન રાખે છે. તે જ્યાં પણ શૂટિંગ માટે જાય થે તેના પર્સનલ અસિસ્ટન્ટ તેની સાથે જ રહે છે.



Salman Khan- બોલિવૂડના દબંગ સમલાન ખાનનું નામ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સૌથી મોટા સુપરસ્ટાર્સમાં ગણવામાં આવે છે. સૂત્રો અનુસાર સલમાન કોઈપણ ફિલ્મ સાઈન કરતાં પહેલા એ શરત રાખે છે કે ફિલ્મમાં કિસિંગ અને ઇન્ટિમેટ સીન ન હોય.



Hrithik Roshan- ગ્રીક ગોડ કહેવાતા એક્ટર રિતિક રોશન ફિલ્મ સાઈન કરતા પહેલા એક શાનદાર જિમની માગ કરે છે, જેથી શૂટિંગના સમયે પણ તે પોતાની ફિટનેસ પર પૂરું ધ્યાન આપી શકે. ઉપરાંત રિતિક દરેક શૂટિંગ પર પોતાનો પર્સનલ શેફ પણ લઈ જાય છે.



Kareena Kapoor Khan- સૂત્રો અનુસાર કરીના કપૂર ખાન ત્યાં સુધી કોઈ ફિલ્મ સાઈન નથી કરતી જ્યાં સુધી તે ફિલ્મમાં એ લિસ્ટ એક્ટરનો રોલ ન હોય.



Akshay Kumar- બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર પોતાના જીવનમાં ખૂબ જ અનુસાશનનું પાલન કરે છે. જ્યારે કોઈપણ ફઇલ્મ અક્ષય સાઇન કરે છે તો તે શૂટિંગ દરમિયાન રવિવારેના દિવસે રજાની માગ કરે છે.