સૂરોના બેતાજ બાદશાહ મોહમ્મદ રફીના જન્મદિવસ પર ગૂગલે સ્પેશ્યલ ડૂડલથી આપી શ્રદ્ધાંજલિ
1949માં નૌશાદના સંગીત નિર્દેશનમાં દુલારી ફિલ્મમાં ગાયેલા ગીત 'સુહાની રાત ઢલ ચૂકી' દ્વારા તેઓ સફળતાની ટોચે પહોંચી ગયા. 1 જૂલાઇ 1980એ અવાજના મહાન જાદુગર મોહમ્મદ રફીને હ્રદયરોગનો હુમાલો આવ્યો અને તેમનું નિધન થયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમની અવાજ રફીને સારી લાગી અને રફી તેમની નકલ કરવા લાગ્યા હતા. બસ અહીંથી તેમને સંગીત તરફ રસ વધ્યો અને જોતજોતામાં તેમને તેમના સમયના બેસ્ટ સિંગરમાં પોતાની ઓળખ બનાવી લીધી અને તેમને શહેશાહ-એ-તરન્નૂમ કહેવામાં આવ્યા. સોનુ નિગમ, મોહમ્મદ અઝીઝ અને ઉદિત નારયણ જેવા પ્રખ્યાત સિંગર મોહમ્મદ રફીથી ખુબ પ્રભાવિત છે. ત્યારબાદ રફી સાહેબે અનેક હિટ ફિલ્મોમાં પોતાના અવાજનો કરિશ્મા પાથર્યો.
રફી નાના હતા ત્યારે તેમના મોટા ભાઇની દુકાન હતી. રફી મોટાભાગનો સમય ત્યાં જ વિતાવતા હતા. જ્યારે 7 વર્ષના હતા ત્યારે તેમને તેમના મોટાભાઇની દુકાન પાસેથી એક ફકીરનો તેમને પીછો કર્યો જે ત્યાંથી ગાતા ગાતા નીકળતા હતા.
24 ડિસેમ્બર 1924માં મોહમ્મદ રફીનો જન્મ પંજાબના સુલ્તાન સિંહ ગામમાં એક મધ્યમ વર્ગીય મુસ્લિમ પરિવારમાં થયો હતો. રફી સાહેબને સંગીતની પ્રેરણા એક ફકીર પાસેથી મળી જે તેમની પર્સનલ લાઇફની સૌથી દિલચસ્પ વાતમાંની એક છે.
નવી દિલ્હીઃ સૂરોના અને અવાજના બેતાજ બાદશાહ મોહમ્મદ રફીનો આજે 93મો જન્મદિવસ છે. સંગીતની દુનિયામાં મિસાલ કાયલ કરનારા રફી સાહેબને ગૂગલે સ્પેશ્યલ ડૂડલ બનાવીને જન્મદિવસ પર તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -