62nd Filmfare Awards: 'દંગલ' માટે આમિરને બેસ્ટ એક્ટર, આલિયાએ બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ
બેસ્ટ મેલ ડેબ્યૂઃદિલજીત દોસાંઝ (ઉડતા પંજાબ) બેસ્ટ ફીમેલ ડેબ્યૂઃરીતિકા સિંહ (સાલા ખડૂસ) બેસ્ટ સ્ક્રીનપ્લેઃશકુન બત્રા અને આયશા ઢિલ્લન (કપૂર એન્ડ સન્સ) લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડઃશત્રુઘ્ન સિંહા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેસ્ટ ગીતકારઃ અમિતાભ ભટ્ટાચાર્ય (એ દિલ હૈ મુશ્કિલ) બેસ્ટ સિંગર (મેલ) : અરિજીત સિંઘ (એ દિલ હૈ મુશ્કિલ) આરડી બર્મન એવોર્ડઃઅમિત મિશ્રા (એ દિલ હૈ મુશ્કિલ) બેસ્ટ સિંગર (ફીમેલ) : નેહા ભાસીન (સુલતાન) બેસ્ટ ફિલ્મ ક્રિટિકઃનીરજા શોર્ટ ફિલ્મમાં બેસ્ટ એક્ટર (મેલ) :મનોજ વાજપેયી (તાંડવ) શોર્ટ ફિલ્મમાં બેસ્ટ એક્ટર (ફીમેલ) :ટિસ્કા ચોપડા (ચટની) બેસ્ટ શોર્ટ ફિલ્મઃ ચટની
ક્રિટીક્સ બેસ્ટ એક્ટરનો એવોર્ડ મનોજ બાજપેયીએ અલીગઢ ફિલ્મ માટે અને શાહિદ કપૂરે ઉડતા પંજાબ ફિલ્મ માટે જીત્યો છે તો ક્રિટીક્સ બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ સોનમ કપૂરે નીરજા ફિલ્મ માટે જીત્યો છે. ક્રિટીક્સ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ નીરજા ફિલ્મને આપવામાં આવ્યો છે.
મુંબઈ: વરલી ખાતેના એનએસસીઆઈ સ્ટેડિયમમાં શનિવારે સાંજે 62મો ફિલ્મફેર એવોર્ડ્-2017નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલીવૂડની અનેક હસ્તીઓએ એમાં હાજરી આપી હતી. શાહરૂખ ખાન, કરણ જોહર અને કપિલ શર્મા દ્વારા સંચાલિત આ કાર્યક્રમમાં ટોચના ચારમાંથી ત્રણ એવોર્ડ સાથે ‘દંગલ’ ફિલ્મ મેદાન મારી ગઈ હતી.
બેસ્ટ એક્ટર (મેલ) -આમિર ખાન (દંગલ) બેસ્ટ એક્ટર (ફીમેલ)-આલિયા ભટ્ટ (ઉડતા પંજાબ) બેસ્ટ ફિલ્મઃદંગલ બેસ્ટ ડિરેક્ટરઃનિતેશ તિવારી (દંગલ) બેસ્ટ સપોર્ટિંગ એક્ટરઃ ઋષિ કપૂર (કપૂર એન્ડ સન્સ) બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (ફીમેલ) :શબાના આઝમી (નીરજા)
આમિર ખાને આ ફિલ્મમાં ભજવેલી હરિયાણવી કુસ્તીબાજ મહાવીરસિંહની ભૂમિકા બદલ બેસ્ટ એક્ટર એવોર્ડ જીત્યો છે જ્યારે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આલિયા ભટ્ટે ‘ઉડતા પંજાબ’ ફિલ્મ માટે મળ્યો છે. ‘દંગલ’ ફિલ્મના દિગ્દર્શક નિતેશ તિવારીને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો છે અને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ પણ દંગલને ફાળે આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -