રણજી ટ્રોફીના 82 વર્ષના ઇતિહાસમાં ગુજરાત પ્રથમવાર ચેમ્પિયન, પાર્થિવની કેપ્ટન ઇનિંગ
ઇન્દોરઃ રણજી ટ્રોફીની ફાઇનલમાં મુંબઇને પાંચ વિકેટે હરાવી ગુજરાતની ટીમ ચેમ્પિયન બની છે. રણજી ટ્રોફીના 82 વર્ષના ઇતિહાસમાં ગુજરાત પ્રથમવાર ચેમ્પિયન બન્યું છે. પાર્થિવ પટેલે કેપ્ટન ઇનિંગ રમતા 143 રન ફટકાર્યા હતા. રણજી ટ્રોફીની ફાઇનલમાં ગુજરાતને જીતવા માટે 312 રનનો પડકાર મળ્યો હતો જેને પાંચ વિકેટ ગુમાવી ગુજરાતે હાંસલ કરી લીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈની તરફથી બીજી ઈનિંગમાં નવોદિત પૃથ્વી શા એ 44, સુર્યકુમાર યાદવે 49, શ્રેયસ એય્યરે 82, જ્યારે કેપ્ટન આદિત્ય તારે 69 અને અભિષેક નાયરે 91 રન બનાવ્યા હતા. નાયરે છેલ્લી વિકેટમાં વિજય ગોયલ સાતે 41 રનની પાર્ટનરશિપ કરી હતી.
ગુજરાતે 5માં અને અંતિમ દિવસે કોઈ વિકેટ ગુમાવ્યા વગર 47 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતુ પરંતુ સમગ્ર ટુર્નામેંટમાં શાનદાર પ્રર્દશન કરનાર ઓપનર પ્રિયંક પંચાલ ચોથા દિવસે પોતાના સ્કોરમાં કોઈ વધારો કર્યા વગર આઉટ થયો હતો. તેણે સમિત ગોહેલ સાથે પ્રથમ વિકેટની ભાગીદારીમાં 47 રન જોડ્યા હતા.51 રન પર બીજી વિકેટ પણ પડી હતી, જ્યારે ભાર્ગવ મેરાઈ 2 રન પર બલવિંદર સંધુની ઓવરમાં બોલ્ડ થયો હતો. ત્રીજી વિકેટ માટે પ્રાર્થિવ પટેલ અને સમિત ગોહેલે 38 રન જોડ્યા ત્યાં ફોર્મમાં ચાલી રહેલો સમિત 21 રન બનાવી આઉટ થયો હતો. મુંબઇ તરફથી સંધુએ બે જ્યારે નાયર, ઠાકુર અને હરવાડકરે એક-એક વિકેટ લીધી હતી
312 રનનો ટાર્ગેટ ચેઝ કરવા માટે પાંચમા દિવસે મેદાને પડેલી ગુજરાતની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. જુનેજા અને પાર્થિવ વચ્ચે ચોથી વિકેટ માટે 116 રનની ભાગીદારી નોંધાઈ હતી. પ્રિયાંક પંચાલ 34 રન બનાવી સંધૂનો શિકાર બન્યો હતો. સમિત ગોહેલ 21 અને ભાર્ગવ મેરાઈ 2 રને આઉટ થયા હતા.
આ અગાઉ સૌથી વધુ રન ચેઝ કરવાનો રેકોર્ડ 1937-38માં હૈદરાબાદ અને નવાનગર વચ્ચેની મેચમાં બન્યો હતો. તે મેચમાં હૈદરાબાદની ટીમે 310 રન બનાવી ટાઇટલ મેળવ્યુ હતું.
આ અગાઉ ગુજરાતની ટીમ 66 વર્ષ અગાઉ રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચી હતી. તે સમયે ગુજરાતની ટીમના કેપ્ટન પોલી ઉમરીગર હતા. ત્યારે પણ રણજીની ફાઇનલ ઇન્દોરમાં હતી. ગુજરાતની ટીમે રણજી ટ્રોફીના ઇતિહાસનો સૌથી હાઇએસ્ટ સ્કોર ચેઝ કરીને ચેમ્પિયન બની છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -