28 વર્ષ બાદ આવો દેખાય છે ‘આશિકી’નો હીરો, બોલિવૂડમાં આ ફિલ્મથી કરશે કમબેક
રાહુલ ફિલ્મોથી બ્રેક લીધા બાદ ઓસ્ટ્રેલિયા જતો રહ્યો હતો અને ત્યાં 8 વર્ષ વિતાવ્યા બાદ 2015માં ભારત પાછો આવી ગયો. જણાવી દઈએ કે રાહુલ 2007માં બિગબોસ સિઝન 1નું ટાઈટલ જીત્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલ્મમાં પોતાના કેરેક્ટર વિશે વાત કરતા તેણે કહ્યું કે, તેનું પાત્ર હાફ ઈન્ડિયન હાફ રશિયનનું છે. ફિલ્મમાં તેનું પાત્ર ખૂબ જ અલગ અને રોચક છે. તે એક પોલીસ ઓફિસરની ભૂમિકામાં મોટા-મોટા ફ્રોડ કરતો નજર આવે છે.
ફિલ્મમાં તે એક ભ્રષ્ટ પોલીસની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ વિશે વાત કરતા તેણે કહ્યું કે, ફિલ્મની કહાણી સંક્ષિપ્ત અને સંતુલિત છે. ફિલ્મમાં લવ એન્ગલને પણ સારી રીતે દર્શાવાયું છે અને તેના સોન્ગ પણ ખૂબ સારા છે.
રાહુલે 1990માં બનેલી મહેશ ભટ્ટની બ્લોકબસ્ટર ફિલ્મ આશિકીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને ઘણો લોકપ્રિય થયો હતો. નાઈટ એન્ડ ફોગ ઉપરાંત તે નિતિન ગુપ્તાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ વેલકમ ટૂ રશિયામાં કામ કરતા જોવા મળશે.
રાહુલે પોતાના કેરેક્ટર વિશે જાણકારી આપતા જણાવ્યું કે તે તનવીર અહમદની ફિલ્મ નાઈટ એન્ડ ફોગની શૂટિંગ કરી રહ્યો છે.
નવી દિલ્હીઃ મહેશ ભટ્ટની ફિલ્મ ‘આશિકી’થી રાતોરાત હિટ થયેલ રાહુલ રોય લાંબા સમય પછી ફરી વખત ચર્ચામાં છે. રાહુલની કેટલીક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જેમાં તેને ઓળખવો પણ મુશ્કેલ થઈ ગયો છે. નોંધનીય છે કે રાહુલ રોય એક નવી ફિલ્મ સાથે બોલિવૂડમાં કમબેક કરી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -