ચેન્નાઇ સામે હાર્યા બાદ કેપ્ટન વિલિયમસને બતાવ્યું હારનું કારણ, કહ્યું- આ કારણે અમારા હાથમાંથી ગઇ મેચ
વોટસને આ સિઝનમાં પોતાનું બીજુ શતક જમાવ્યું હતું, 117 રનની ઇનિંગમાં તેને 11 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. જેના કારણે ચેન્નાઇએ 18.3 ઓવરમાં જ 179 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિલિયમસને કહ્યું, ‘‘સીએસકે જે રીતે રમ્યુ તે માટે તેમને શ્રેય જાય છે, તેમને પોતાના અનુભવ બતાવ્યો, મુશ્કેલ સમયમાંથી બહાર નીકળ્યા અને તેમને અમારા હાથમાંથી મેચ ઝૂંટવી લીધી. અમારી સારી ક્રિકેટની પ્રસંશા કરવી જોઇએ અને તે સીએસકે અને તેમના બેટ્સમેન છે. તેઓ બેસ્ટ હતા અને તેમને અમને મોકો ના આપ્યો.’’
આઠ વિકેટે મળેલી હાર બાદ દુઃખી વિલિયમસને કહ્યું કે, ‘‘મેચમાં અમારુ પ્રદર્શન સારુ હતું પણ જેમ કે મે વોટસનની ઇનિંગનો ઉલ્લેખ કર્યો, તે અવિશ્વસનીય પ્રયાસ હતો.’’
હાર બાદ વિલિયમસને કહ્યું કે, ‘‘હા, મને એવું લાગે છે કે, આ બેસ્ટ ઇનિંગ હતી, કોઇપણ જે ફાઇનલમાં 100 રનથી વધુની ઇનિંગ રમે છે તે ખરેખર એક શાનદાર પ્રયાસ છે. ટીમ માટે સારું યોગદાન અને તેને રોકવો ખરેખર મુશ્કેલ હતો. આ જ કારણ રહ્યું કે અમે જીતથી દુર રહી ગયા.’’
વિલિયમસને કહ્યું કે, શેન વોટસને સનરાઇઝર્સ હૈદરાબાદ વિરૂદ્ધ ફાઇનલ મેચમાં અણનમ 117 (57) રનની ઇનિંગ રમી, જેના દમ પર ચેન્નાઇ સુપર કિંગ્સે ત્રીજીવાર ઇન્ડિયન પ્રીમિયર લીગની ટ્રૉફી જીતી હતી. વોટસનની આ અનબિલિવેબલ ઇનિંગે અમને હારનું મો બતાવ્યું હતું. જોકે, વિલિયમસને વોટસનની જબરદસ્ત પ્રસંશા કરી હતી.
મુંબઇઃ રવિવારે રમાયેલી આઇપીએલ-11ની ફાઇનલમાં ચેન્નાઇ સુપર કિંગ્સે હૈદરાબાદને હરાવીને ટ્રૉફી પર કબજો જમાવી દીધી. જોકે, આ હારથી દુઃખી થયેલા હૈદરાબાદના કેપ્ટને હારનું કારણ જણાવ્યું હતું, કેપ્ટન વિલિયમસને કહ્યું, અમારી હારનું કારણ વોટશન છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -