ABP Ideas of India: બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીએ હંમેશા પોતાના અભિનયથી લોકોને દિવાના બનાવ્યા છે, પરંતુ આ વખતે અભિનેતાએ પોતાના શબ્દોથી પોતાનો જાદુ કર્યો હતો. ગઈકાલે નવાઝુદ્દીને એબીપી આઈડિયાઝ ઓફ ઈન્ડિયા સમિટમાં હાજરી આપી હતી. આ દરમિયાન, અભિનેતાએ બોલિવૂડ ફિલ્મો, OTT પ્લેટફોર્મ પરની ફિલ્મો-સિરીઝ, નેપોટિઝમ અને કાશ્મીર ફાઇલ્સ, બોલિવૂડમાં જાતિવાદ વિશે પણ વાત કરી હતી. નવાઝુદ્દીને સમિટ દરમિયાન તેની સૌથી પ્રિય ફિલ્મ કઈ છે તે પણ જણાવ્યું હતું.
નવાઝુદ્દીનની ગમતી ફિલ્મઃ
નવાઝુદ્દીન સિદ્દીકીએ સમિટ દરમિયાન પોતાની ગમતી ફિલ્મ અંગે જણાવતાં કહ્યું કે, 'બેન્ડિટ ક્વીન ફિલ્મ તેની અત્યાર સુધીની સૌથી ફેવરિટ ફિલ્મ છે'. એક કિસ્સો સંભળાવતાં નવાઝે કહ્યું કે, 'તેણે આ ફિલ્મ દિલ્લીના જ સિનેમા હોલમાં જોઈ હતી, તે દરમિયાન ફૂલન દેવીનું એક દ્રશ્ય જોઈને તે ચોંકી ગયો હતો.' નવાઝુદ્દીને કહ્યું, 'આ પછી ઘણા લોકોએ આવા સીન કર્યા. આવા સીન કર્યા બાદ જ્યારે લોકોએ પૂછવામાં આવતું કે આવા ન્યૂડ સીન કેમ બતાવવામાં આવી રહ્યા છે, તો તેમનો જવાબ હોતો કે આવા સીન તો બેન્ડિટ ક્વીનમાં પણ છે.'
જો કે, નવાઝુદ્દીન સિદ્દીકીએ ખુલાસો પણ કર્યો કે, 'બેન્ડિટ ક્વીનમાં જે બતાવવામાં આવ્યું હતું અને તમે જે બતાવો છો તેમાં ઘણો તફાવત છે.' અભિનેતા કહે છે, 'સેક્રેડ ગેમ્સમાં તમે જે જોઈ રહ્યા છો તેનો અર્થ હતો. તેની પાછળ ઘણું લખાણ હતું, અમે એ સિરીઝમાં અપશબ્દ બોલી રહ્યા છીએ તો તેની પાછળ એક પાત્રાલેખન હતું. હવે અપશબ્દો માત્ર સનસની માટે બોલવામમાં આવી રહી છે, તેથી તે ખોટું છે.
OTT કન્ટેન્ટ અને અપશબ્દોઃ
નવાઝુદ્દીન સિદ્દીકીએ સમિટ દરમિયાન હાલના OTT કન્ટેન્ટ વિશે વાત કરતાં કહ્યું કે, 'OTTની શરૂઆત અમારી સાથે થઈ, લોકોએ સારું કન્ટેન્ટ બનાવ્યું, પછી બધા સ્ટાર્સ આવ્યા, મોટા પ્રોડક્શન હાઉસ OTT પાસેથી પૈસા લઈને સિરીઝ બનાવી રહ્યા છે. નવાઝુદ્દીને કહ્યું કે, આપણે ત્યાં કંઈક શરૂઆત થાય છે, પરંતુ પછીથી તે શરુઆત ધંધો બની જાય છે...'