DC vs MI Head To Head IPL 2022: IPL 2022 ની બીજી મેચ રિષભ પંતની કેપ્ટનશીપ હેઠળની દિલ્હી કેપિટલ્સ અને રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે આજે બપોરે 3.30 વાગ્યાથી મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. આજે IPL 2022 નું પ્રથમ ડબલ હેડર રમાશે અને ચાહકો આજે DC અને MI સિવાય પંજાબ અને RCB વચ્ચેની મેચની મજા માણી શકશે. દિલ્હી કેપિટલ્સની વાત કરીએ તો આ ટીમ માટે છેલ્લા બે વર્ષ શાનદાર રહ્યા છે. IPL 2020ની ફાઇનલિસ્ટ દિલ્હી છેલ્લી સિઝનમાં પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી હતી. જ્યારે મુંબઇ માટે આઇપીએલની ગત સિઝન સારી રહી નહોતી. ગયા વર્ષે તેની સફર લીગ સ્ટેજમાં જ સમાપ્ત થઈ ગઈ હતી. IPL મેગા ઓક્શનને કારણે આ વર્ષે બંને ટીમોમાં થોડો ફેરફાર જોવા મળશે.


બંન્ને ટીમોના રેકોર્ડ


દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચની વાત કરીએ તો, આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 30 મેચ રમાઈ છે જેમાં મુંબઈ 16 અને દિલ્હી 14 મેચ જીતવામાં સફળ રહ્યું છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળે છે. IPL 2021માં DC અને MI વચ્ચે બે મેચ રમાઈ હતી અને દિલ્હી બંન્ને મેચ જીતવામાં સફળ રહી હતી. મુંબઈએ IPL 2020માં દિલ્હીને ચાર મેચમાં હરાવ્યું હતું. મુંબઈએ દિલ્હી સામે બે લીગ મેચમાં એક પ્લેઓફ અને એક ફાઈનલ મેચમાં હાર આપી હતી


દિલ્હી કેપિટલ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન


પૃથ્વી શો, ટિમ સેફર્ટ, કેએસ ભરત/યશ ધૂલ, ઋષભ પંત, રોવમન પોવેલ, મનદીપ સિંહ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, ચેતન સાકરિયા, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ/કમલેશ નાગરકોટી.


મુંબઈ ઈન્ડિયન્સ સંભવિત પ્લેઇંગ ઇલેવન


રોહિત શર્મા, ઈશાન કિશન , તિલક વર્મા, અનમોલપ્રીત સિંઘ, ટિમ ડેવિડ, કિરોન પોલાર્ડ, ડેનિયલ સેમ્સ, જયદેવ ઉનડકટ, ટાઈમલ મિલ્સ, જસપ્રિત બુમરાહ, મુરુગન અશ્વિન.