માતા શ્રીદેવીના નિધન બાદ નાની પુત્રી ખુશી કપૂરે લીધો સૌથી મોટો નિર્ણય, જાણો વિગત
ખુશી કપૂર ફ્રેન્ડ્સ સાથે અવાર-નવાર પાર્ટી માણતી જોવા મળતી હોય છે. એટલું જ નહીં તે સોશિયલ મીડિયામાં પણ એટલી જ એક્ટિવ છે. પરિવાર સાથે વેકેશન પર જવું પણ એટલું જ પસંદ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં તો ખુશી શક્ય તેટલો સમય પોતાના પિતા બોની કપૂર તથા બહેન જાહન્વી સાથે પસાર કરે છે. જ્યારે જાહન્વી શૂટિંગમાં જાય ત્યારે ખુશી સાથે સાવકી બહેન અંશુલા તથા કઝિન શનાયા હોય છે. હાલમાં તો પરિવાર શક્ય બને એટલું સાથે રહેવાનું પસંદ કરે છે.
ખુશી હાલમાં પોતાનો અભ્યાસ પૂરો કરવામાં વ્યસ્ત છે. અભ્યાસ પૂર્ણ કરી લીધા બાદ ખુશી કપૂર વિદેશમાં જઈને મોડલિંગને લઈ ટ્રેનિંગ પણ લેવાની છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
જ્યારે નાની દીકરી ખુશીને ઈન્ટરનેશનલ મોડલિંગમાં રસ છે. તે આ ફિલ્ડમાં પોતાની કરિયર બનાવવા માંગે છે. જોકે હાલ તેનો અભ્યાસ ચાલુ છે માટે તે વ્યસ્ત છે.
સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે શ્રીદેવીની મોટી દીકરી જાહન્વીએ બોલિવૂડમાં પોતાનું કરિયર બનાવવાનો નિર્ણય કર્યો છે.
મમ્માના જવાથી ખુશી ઘણી જ એકલી પડી ગઈ છે. તેથી જ પરિવારના સભ્યો શક્ય તેટલો સમય તેની સાથે રહે છે.
એટલું જ નહીં તે ધીમે ધીમે પોતાની રૂટિન લાઈફમાં પરત ફરી રહી છે. હવે નાની દીકરી ખુશીએ પણ પોતાની કરિયરને લઈને મોટો નિર્ણય લઈ લીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
મુંબઈઃ માતા શ્રીદેવીના નિધન બાદ બંને દીકરીઓ જાહન્વી તથા ખુશીને ઘેરો આઘાત લાગ્યો છે. બંને માટે આ વાત ભૂલવી અશક્ય છે. મોટી દીકરી જાહન્વીએ તો ફિલ્મ ‘ધડક’નું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -