પાટીદારો સામેના કેટલા કેસ પાછા ખેંચાયા? સરકારે શું આપ્યો જવાબ? બીજા કેમ ન ખેંચાયા પાછા?
તેમણે વધુમાં કહ્યું કે, પાટીદાર અનામત આંદોલન દરમિયાન 537 કેસ નોંધવામાં આવ્યા હતા જેમાં 247 કેસ પાછા ખેંચવા અંગે કોર્ટને જાણ કરી દેવામાં આવી છે. જ્યારે 238 જેટલા કેસો પરત ખેંચાયા છે. ઉપરાંત 41 કેસ તપાસ હેઠળ છે. કેટલાક ગંભીર કેસો છે જેને પરત ખેંચવાની રાજ્ય સરકારને સતા નથી. અમારા અધિકારમાં આવતા હતા તે કેસો અમે પાછા ખેંચ્યા છે. 14 ગુના અને 12 ખાનગી ફરિયાદો પાછી ખેંચી શકાય એમ નથી. અમે જે કહ્યું છે એ કરવાના જ છે, બધી હકીકતો નેટ ઉપર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગૃહમાં કહ્યું હતું કે, પાટીદાર સમાજ ભાજપનું પિંડ છે. એ અમારી સાથે જ રહેશે. ભલે વિપક્ષના નેતા તરીકે પાટીદારની નિમણૂક કરાઇ હોય પરંતુ પાટીદારો ક્યારેય કોગ્રેસ સાથે નહી જાય. કોગ્રેસ ભાજપને સીધી રીતે હરાવી શકી નથી જેથી જાતિવાદી પરિબળોનો સહારો લઇ રહી છે.
વસોયાના આક્ષેપ સામે પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, પાટીદારો વિરુદ્ધના 90 ટકા કેસ પરત ખેંચી લેવામાં આવ્યા છે. નીતિન પટેલે સ્પષ્ટતા કરી હતી કે જાતિવાદને ભડકાવી સત્તા ઉપર બેસવાના તમારા મનસૂબા સફળ થયા નથી એટલે મનની મનમાં રહી ગઈ છે. તમે ફરીથી લોકોને ઉશ્કેરી રહ્યા છો. પરંતુ પાટીદાર સમાજનો આભાર કે એ લોકોની વાતમાં આવ્યા નહીં અને ફરી ગુજરાતમાં ભાજપ સરકાર આવી.
ગાંધીનગરઃ પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદારો સામે થયેલા કેસ પાછા ખેંચવા મુદ્દે આજે ભાજપ અને કોગ્રેસ ધારાસભ્યો વચ્ચે ચર્ચા થઇ હતી. કોગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ આક્ષેપ કર્યો હતો કે, પાટીદાર અનામત આંદોલન દરમિયાન 22 હજાર પાટીદાર યુવાનો સામે કેસ કરવામાં આવ્યા હતા. ભાજપે ચૂંટણી અગાઉ વચન આપ્યું હતું કે, તે કેસ પાછા ખેંચી લેશે પરંતુ હજુ સુધી પાછા ખેંચવામાં આવ્યા નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -