મુંબઇઃ બૉલીવુડ અને સાઉથ સિનેમાની લડાઇ હવે ધીમેધીમે વધી રહી છે, થોડાક દિવસ પહેલા જ સાઉથ સુપરસ્ટાર મહેશ બાબૂએ બૉલીવુડ પર કૉમેન્ટ કરી હતી, ત્યારથી આ વિવાદ શરૂ થઇ ગયો છે, હવે બૉલીવુડના સ્ટાર સુનિલ શેટ્ટી મહેશ બાબૂને જડબાતોડ જવાબ આપ્યો છે. જ્યારે સુનિલ શેટ્ટીને સાઉથ વર્સેસ બૉલીવુડ વિશે સવાલ પુછવામાં આવ્યો તો સુનિલ શેટ્ટીએ કહ્યું કે - બાપ તો હંમેશા બાપ હી રહેગા...........
સુનિલ શેટ્ટીએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું, મને લાગે છે કે બૉલીવુડ વિરુદ્ધ સાઉથ ઈન્ડસ્ટ્રીના સીન સોશિયલ મીડિયામાં ક્રિએટ કરવામાં આવ્યાં છે. અમે ભારતીય છીએ અને જો ઓટીટી પ્લેટફોર્મને જોવામાં આવે તો ત્યાં ભાષા મહત્વની નથી. કન્ટેન્ટ મહત્વનું છે. આ જ રીતે બોલીવુડ વિરુદ્ધ સાઉથ ઈન્ડસ્ટ્રીનો ફરક આ છે. હું પણ સાઉથમાંથી આવુ છુ. પરંતુ મારી કર્મભૂમિ મુંબઈ છે તેથી હું મુંબઈવાસી તરીકે ઓળખાવુ છુ. સુનિલ શેટ્ટીએ વધુમાં કહ્યું કે વાસ્તવિકતા એ છે કે ઑડિયન્સ આ નિર્ણય લઇ રહી છે કે કઈ ફિલ્મ તેઓએ જોવી જોઈએ અથવા કઈ ફિલ્મ તેઓએ ના જોવી જોઈએ. સિનેમામાં હંમેશા મને લોકો કહે છે કે સિનેમા હોય કે ઓટીટી, બાપ, બાપ રહેશે અને પરિવારના સભ્યો હંમેશા પરિવારના સભ્યો રહેશે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં સાઉથની ફિલ્મો બૉલીવુડ ફિલ્મોથી વધુ કમાણી કરી રહી છે. સાઉથ સિનેમાના સુપરસ્ટાર મહેશ બાબુએ આ અંગે બોલીવુડ ડેબ્યુને લઇને કહ્યું હતુ કે, બૉલીવુડ મને એફોર્ડ કરી શકતુ નથી. આ મામલે જ્યારે સુનિલ શેટ્ટીને પુછવામાં આવ્યુ તો તેને પોતાની પ્રતિક્રિયા આપી હતી.
આ પણ વાંચો.........
રાજકોટમાં કેજરીવાલની જાહેરસભાઃ સી.આર પાટીલ અને ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર
KGF ફેમ યશના પિતા અત્યારે પણ બસ ચલાવે છે, RRRના ડાયરેક્ટર રાજામૌલીએ કર્યો ખુલાસો
આ દેશમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો, રાષ્ટ્રપ્રમુખે આખા દેશમાં લગાવી દીધું લોકડાઉન
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, ગરમીએ છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો