Cash Deposits Rules: સરકારે પાન નંબર અને આધાર વગર રોકડ વ્યવહાર કરવાના નિયમને વધુ કડક બનાવ્યો છે. સરકારે PAN અને આધાર વગર ફાઇનાન્સિયલ ટ્રાજેક્શન કરવા માટે નવા નિયમો બનાવ્યા છે, જેની સૌથી વધુ અસર PAN અને આધાર વગર ફાઇનાન્સિયલ ટ્રાજેક્શન કરનારાઓ પર પડશે. નવા નિયમો અનુસાર, નાણાકીય વર્ષમાં કોઈપણ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં 20 લાખ રૂપિયા અથવા તેનાથી વધુની રોકડ જમા કરવા અથવા ઉપાડવા માટે PAN અને આધાર નંબર આપવું ફરજિયાત રહેશે.
રોકડ ટ્રાજેક્શન માટે પાન કાર્ડ અને આધાર કાર્ડ જરૂરી છે
વાસ્તવમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ ઇન્કમટેક્સ (પંદરમો સુધારો) રૂલ્સ, 2022 હેઠળ નવા નિયમો જાહેર કર્યા છે. જેનું નોટિફિકેશન 10 મે 2022ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. નવા નિયમ મુજબ આવા ટ્રાજેક્શન માટે PAN નંબર અને આધાર આપવું જરૂરી રહેશે. જેમાં એક નાણાકીય વર્ષમાં બેંકિંગ કંપની, સહકારી બેંક અથવા પોસ્ટ ઓફિસમાં એક અથવા એકથી વધુ લોકોના ખાતામાં 20 લાખ રૂપિયા કે તેથી વધુ રોકડ જમા કરાવવા માટે PAN નંબર અને આધાર કાર્ડ આપવું જરૂરી રહેશે. આ ઉપરાંત, નાણાકીય વર્ષમાં એક અથવા તેનાથી વધુ બેંક ખાતાઓ અથવા સહકારી બેંકો અથવા પોસ્ટ ઓફિસમાંથી 20 લાખ અથવા વધુની રોકડ ઉપાડવા માટે PAN નંબર અને આધાર કાર્ડની જરૂર પડશે. અને જો કોઈ વ્યક્તિ કોઈપણ બેંક અથવા સહકારી બેંક અથવા પોસ્ટ ઓફિસમાં કરન્ટ એકાઉન્ટ અથવા ક્રેશ ક્રેડિટ ખાતું ઓપન કરાવે છે તો તેણે PAN નંબર અને આધાર નંબર આપવો જરૂરી રહેશે.
રોકડ ટ્રાજેક્શન ટ્રેક કરવામાં મદદ
હકીકતમાં આ પગલા દ્વારા સરકાર વધુને વધુ લોકોને ટેક્સના દાયરામાં લાવવા માંગે છે જેઓ મોટા પ્રમાણમાં રોકડ ટ્રાજેક્શન કરે છે પણ તેમની પાસે ના પાન કાર્ડ છે. તેઓ ઇન્કમટેક્સ રિટર્ન પણ ફાઇલ કરતા નથી. આવા ટ્રાજેક્શન દરમિયાન આવકવેરા વિભાગ PAN નંબર પરથી આવા ટ્રાજેક્શનને સરળતાથી ટ્રેસ કરી શકશે.
Vastu Tips: ઘરમાં સાત ઘોડાની આવી તસવીર લગાવવાથી થઈ જશો કંગાળ, એક-એક પૈસા માટે તરસશો
ચેન્નાઇ સુપર કિંગ્સને લાગી શકે છે મોટો ઝટકો, આ ઓલરાઉન્ડર IPL 2022માંથી થશે બહાર, જાણો વિગતે
"બોલીવુડ મને પોસાય નહીં" કહેનાર મહેશ બાબૂ એક ફિલ્મના કેટલા રુપિયા ચાર્જ કરે છે? જાણીને દંગ રહી જશો