ભાજપના સાંસદ અને જાણીતા અભિનેતા વિનોદ ખન્નાનું 70 વર્ષની ઉંમરે નિધન
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિનોદ ખન્નાનો જન્મ 7 ઓક્ટોબર, 1946માં પેશાવર, પાકિસ્તાનમાં થયો હતો પરંતુ ભાગલા બાદ તેમનો પરિવાર મુંબઈમાં આવીને વસ્યો હતો. તેમના પિતા કિશનચન્દ્ર ખન્ના એક બિઝનેસમેન હતા અને માતા કમલા ખન્ના એક હાઉસવાઈફ હતા.
વિનોદ ખન્નાએ 'મેરે અપને', 'કુર્બાની', 'પૂરબ ઔર પશ્ચિમ', 'રેશમા અને શેરા', 'હાથ કી સફાઈ', 'હેરા ફેરી', 'મુકદ્દર કા સિકંદર' જેવી અનેક શાનદાર ફિલ્મ કરી છે. વિનોદ ખન્નાનું નામ એવા અભિનેતામાં સામેલ હતું જેમણે શરૂઆત તો વિલનથી કરી હતી પરંતુ બાદમાં હીરો બની ગયા. વિનોદ ખન્નાએ 1971માં સોલો લીડ લોરમાં ફિલ્મ 'હમ તુમ ઔર વો'માં કામ કર્યું હતું.
વિનોદ ખન્નાએ 1971માં સોલો લીડ લોરમાં ફિલ્મ 'હમ તુમ ઔર વો'માં કામ કર્યું હતું. વિનોદ ખન્ના રાજનીતિમાં પણ સફળ રહ્યા હતા. હાલમાં તેઓ પંજાબની ગુરદાસપુર સીટથી ભાજપના સાંસદ હતા. એક સમયે તે ભાજપના સ્ટાર પ્રચારક હતા.
મીડિયા અહેવાલ અનુસાર વિનોદ ખન્નાને બ્લેડર કેન્સર હતું. જોકે આ વાતની પુષ્ટિ તેના પરિવારે કરી ન હતી. જ્યારે વિનોદ ખન્ના હોસ્પિટલમાં હતા, ત્યારે તેમના પુત્ર રાહુલ ખન્નાએ જણાવ્યું હતું કે તેઓ બિલકુલ સ્વસ્થ છે અને તેમને ટૂંકમાં જ હોસ્પિટલમાંથી રજા મળી જશે.
મુંબઈઃ ભાજપના સાંસદન અને જાણીતા અભિનેતા વિનોદ ખન્નાનું આજે 70 વર્ષની ઉંમરે મુંબઈમાં નિધન થયું. વિતેલા કેટલાક સમયથી તેઓ કેન્સરથી પીડિતા હતા. હાલમાં જ તેમની એત તસવીર વાયરલ થઈ હતી જેમાં તેઓ ખૂબ જ અસ્વસ્થ જણાતા હતા. તેમના પ્રશંસકોએ તેમના સ્વાસ્થને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. એ તસવીરમાં વિનોદ ખન્નાને ઓળખવા પણ મુશ્કેલ હતા. મુંબઈની એક હોસ્ટિપલમાં તેમની સારવાર ચાલતી હતી જ્યાં તેમનું મૃત્યું થયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -