Janhvi Kapoor Dance: જ્હાન્વી કપૂરે તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે એક સુપરમાર્કેટમાં જબરદસ્ત ડાન્સ કરતી દેખાઇ રહી છે. જ્હાન્વીની સાથે સાથે આ વીડિયોમાં સુપરમાર્કેટના વર્કર્સ પણ ડાન્સ કરતા દેખાઇ રહ્યાં છે. આ વીડિયોમાં જ્હાન્વી કપૂર નાચ પંજાબન સૉન્ગ પર ઠુમકા લગાવી રહી છે.
વીડિયો શેર કરતાં જ્હાન્વીએ કેપ્શન પણ મજેદાર આપ્યુ છે. તેને લખ્યું- સુપરમાર્કેટમાં બબાલ, કેમ કે વરુણ ધવને મને ચેલેન્જ કર્યો હવે બોલો... જુગ જુગ જિઓ નાંચ પંજાબન... પોતાની આ પૉસ્ટમાં જ્હાન્વીએ ફિલ્મ જુગ જુગ જિઓની સ્ટારકાસ્ટને ટેગ કરી છે. જ્હાન્વીનો આ વીડિયો શેર કરતા જ વાયરલ થઇ ગયો છે. ફેન્સને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે.
જ્હાન્વી કપૂરે પહેલા કેટલાય બૉલીવુડ સ્ટાર્સ આ ચેલેન્જને એક્સેપ્ટ કરી ચૂક્યા છે, અને આ ગીત પર ડાન્સ કતા પોતાના વીડિયો શેર કર્યા છે. આમાં વિક્કી કૌશલ પણ સામેલ છે. વિક્કીએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર આ ગીત પર ડાન્સ કરતા એક વીડિયો શેર કર્યો હતો.
નીતૂ કપૂર પણ લિટલ ડાન્સ દીવાના યૂનિવર્સના સેટ પર નોરા ફતેહી અને શિલ્પા શેટ્ટીની સાથે ડાન્સ કરતી જોવા મળી હતી. આ દરમિયાનનો વીડિયો નીતૂ કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
---
આ પણ વાંચો........
વિવાદમાં આવ્યો ધોની, બેગૂસરાયમાં કેપ્ટન કૂલ સામે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ, જાણો સમગ્ર મામલો
Horoscope Today 1st June 2022 : મિથુન, તુલા, ધનુ, કુંભ રાશિએ આ કામ ન કરવું જોઈએ, જાણો આજનું રાશિફળ
Alovera Benefits: વજન ઓછું કરવું હોય તો આ રીતે કરો એલોવેરાનું સેવન, તરત જ પડશે ફરક
Laughing Buddha: જો તમે ઘરમાં લાફિંગ બુદ્ધાની પ્રતિમા રાખતા હોવ તો જાણી લો આ ખાસ વાતો
ગરમીથી રાહત મેળવવા લોકો ફ્રિજનું ઠંડુ પાણી પીવે છો ? થઈ શકે છે આ ગંભીર સમસ્યા