Actress Jail: દિગ્ગજ અભિનેત્રી અને રાજનેતા જયા પ્રદાને શુક્રવારે ચેન્નાઈની એક કોર્ટે છ મહિનાની જેલની સજા ફટકારી છે. તેના પર 5,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તેમના પર આરોપ છે કે તેમણે તેમના થિયેટરમાં કામ કરતા લોકોને ESI ના પૈસા આપતા નથી. અહેવાલ મુજબ, તેમના બિઝનેસ પાર્ટનર્સ રામ કુમાર અને રાજા બાબુ પણ દોષિત છે.
જયા પ્રદાનું ચેન્નાઈમાં થિયેટર હતું, જે બંધ થઈ ગયું. બાદમાં થિયેટર વર્કરોએ જયા સામે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે કર્મચારીઓના પગારમાંથી કાપવામાં આવેલા અને ESI ના પૈસા ન ચૂકવવામાં આવ્યાં નથી. તેઓનો આરોપ છે કે ESI ના પૈસા સરકારી વીમા નિગમને આપવામાં આવ્યા નથી.
જયા પ્રદાને જેલની સજા
અહેવાલ મુજબ, 'શ્રમ સરકારી વીમા નિગમ' એ જયા પ્રદા અને તેના સહયોગીઓ સામે ચેન્નાઈની એગ્મોર મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. મળતી માહિતી મુજબ આ પીઢ અભિનેત્રીએ પણ તેમના પર લાગેલા આરોપોને સ્વીકાર્યા છે અને ફરિયાદ પરત ખેંચી લેવાનો અનુરોઘ કરતા શ્રમિકોને તેમના લેણાં નાણા ચૂકવવાનું પણ વચન આપ્યું છે. જોકે, કોર્ટે તેની અપીલ ફગાવી દીધી હતી અને દંડની સાથે તેને જેલની સજા ફટકારી હતી.
જ્યા પ્રદાની ફિલ્મ સફર
જયા પ્રદા 70 ના દાયકાના અંતમાં, 80 અને 90 ના દાયકાની શરૂઆતમાં હિન્દી અને તેલુગુ ફિલ્મોની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક હતી. નાની ઉંમરમાં સાઉથની ફિલ્મોમાં લોકપ્રિયતા મેળવ્યા બાદ જયા 1979માં 'સરગમ'થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું અને રાતોરાત સફળતા મળતા ફેમસ બની ગઇ હતી. તેણે કામચોર (1982), તોહફા (1984), શરાબી (1984), મકસાદ (1984), સંજોગ (1985), આખરી રાસ્તા (1986), ઈલાન-એ-જંગ (1989), આજ કા અર્જુન (1990) જેવી ફિલ્મો કરી. ), થાનેદાર (1986). 1990), મા (1991) અને ઘણી તેલુગુ ફિલ્મોમાં અભિયન કલાનો પરિચય આપતા ટોચની અભિનેત્રીમાં સ્થાન મેળવ્યું હતું.
જયાએ પોતાની કારકિર્દીની ટોચ પર ફિલ્મ ઉદ્યોગ છોડી દીધો હતો અને 1994માં તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)માં જોડાઈ અને રાજકારણમાં પ્રવેશ કર્યો. તે પહેલા રાજ્યસભાના સાંસદ અને પછી લોકસભાના સાંસદ બન્યા. તે 2019માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ હતી.
. .