Surat: સુરતના ડુમસ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાલીની મંજૂરી વગર પ્રેમ લગ્નનો કરૂણ અંજામ આવ્યો છે. પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરીનો કાયદો લાવવા મૃતક પરિવારની માંગ છે. પ્રેમ લગ્ન કરનારી 21 વર્ષીય કરીના પટેલે આપઘાત કર્યો હતો. પ્રેમ લગ્ન બાદ કરીનાને સાસરિયા અને પતિ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. એરપોર્ટમાં નોકરી કરે છે તેવું ખોટું બોલી કિશન પટેલે પ્રેમ જાળમાં ફસાવી હોવાનો પરિવારનો આરોપ છે. પરિવારે ન્યાયની માંગ કરી છે. પતિ કિશન પટેલ સહિત પરિવારને સખત સજા થાય તેવી માંગ કરવામાં આવી છે. મૃતક કરીનાનો મોબાઈલ પતિએ ગાયબ કરી દીધો હોવાનો આરોપ છે.




 પાટીદારોના ગઢ મહેસાણામાં થોડા દિવસ પહેલા SPGના બેનર હેઠળ સ્નેહમિલન સમારંભ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પ્રેમ લગ્ન માટે માતા-પિતાની સહી ફરજિયાત કરવા માટે જરૂરી અભ્યાસ કરીને નિર્ણય કરાશે. પાટીદાર સમાજની માગ વિશે સરકાર વિચારણા કરશે. પાટીદાર સમાજના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ આ સંકેત આપ્યા હતા.


મુખ્યમંત્રીના સંકેત બાદ પ્રેમલગ્નના રજીસ્ટ્રેશન સમયે નિયમો બદલવાની માગ બુલંદ બની રહી છે. લગ્ન નોંધણી સમયે માતાપિતાની મંજૂરીને નીતિન પટેલે સમર્થન કર્યુ છે. પ્રેમલગ્નની નોંધણીમાં પરિવારની મંજૂરી મુદ્દે વિચારણાને આવકાર હોવાનું તેમણે જણાવ્યું હતું. CMએ આપેલા નિવેદનને ચારે બાજુથી સમર્થન મળવા લાગ્યું છે.




કૉંગ્રેસ નેતા ઈમરાન ખેડાવાલાએ પણ સમર્થન આપ્યું હતું. ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ટ્વિટરના માધ્યમથી લખ્યું કે મુખ્યમંત્રીએ  એક કાર્યક્રમમાં કરી છે. જો સરકાર આવો કાયદો વિધાનસભા સત્રમાં બિલ લાવી બનાવે તો સરકારને મારું સમર્થન છે.




માતા પિતાની મંજરી વગર યુવાનો પ્રેમ લગ્ન કરી લેતા હોય છે ત્યારે આ બાબતને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનુ નિવેદન આપ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે, પ્રેમલગ્ન માતા-પિતાની મંજુરી ફરજીયાત કરવા માટે અભ્યાસ કરવામાં આવેશ. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ નિવેદન મહેસાણા ખાતે એસપીજી દ્વારા કરવામાં આવેલા પાટીદાર સ્નેમિલન કાર્યક્રમમાં આપ્યુ હતું.  આ પહેલા પાટીદાર સમાજ દ્વારા એવી માગ કરવામાં આવી હતી કે, લવ મેરેજમાં વાલીની મજુરી ફરીજિયાત હોવી જોઇએ. તેના પર મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, પ્રેમ લગ્નમાં માતા પિતાની સહી ફરજીયાત કરવાામાં કરવા માટે જરૂરી અભ્યાસ કરવામાં આવશે. બંધારણ ન નડે તે રીતે દિકરીઓ પ્રેમ લગ્ન કરે તે બાબતે ચોક્કસ વ્યવસ્થા કરવા જણાવ્યુ હતુ.