કરીના કપૂરની આવી તસવીરો જોઇને ભડક્યાં ફેન્સ, કહ્યું- હાડપિંજર લાગી રહી છો, કંઇક ખાઓ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક યૂઝર્સે લખ્યું કે, કરીના હાડપિંજર જેવી લાગે છે. અન્ય એક યૂઝર્સે કરીનાની તસવીર જોઈ તેને કુપોષણથી પીડિત હોવાનું કહી દીધું.
અનેક ફેન્સે તો કરીનાને ત્યાં સુધી કહ્યું કે ખાવાનું પણ ખાતી રહે. તો કોઇએ તો પાતળા દેખાવા માટે ટ્રિટમેન્ટ કરાવી છે કે એવો પ્રશ્ર પણ કર્યો હતો. તો વળી એકે તો કુપોષણનો શિકાર થઇ છો તેમ સુદ્ધાં કહ્યું હતું.
કરીના મનીષ મલ્હોત્રાના પરિધાનમાં સુંદર દેખાતી હતી. તેણે લહંગા ચોલી પહેરી હતી. પરંતુ તે ઘણી દુબળી પાતળી લાગતી હતી. તેથી યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.
કરીનાએ બોલીવૂડમાં સૌથી પહેલા સ્લિમ બોડી સાથેનો ટ્રેન્ડ સેટ કર્યો હતો જેને ઝીરો ફિગર તરીકે લોકપ્રિયતા મળી હતી. તૈમુરની માતા બન્યા બાદ તેણે આકરા વ્યાયામ કરીને ફરી પોતાની બોડીને સ્લિમ બનાવ્યું છે. જોકે તેના પ્રશંસકોને આવી પાતળી કાયા પસંદ પડી નથી.
કરીના કપૂરે તાજેતરમાં મનીષ મલ્હોત્રાના ડિઝાઇન શોમાં સિંગાપુરમાં રેમ્પ વોક કર્યું હતું. એ જોતાં જ તેના ચાહકોએ સોશયલ મીડિયામાં તેને ટ્રોલ કરી હતી. કરીના કુપોષણનો ભોગ બની છે તેવી ટિપ્પણી પર થઇ હતી. સોશયલ મીડિયા પર ફરી રહેલી તેની તસવીર જોઇને તેના ચાહકો નારાજ થયા છે.
મુંબઈઃ બોલીવુડ એકટ્રેસ કરીના કપૂર તેની કેટલીક નવી તસવીરોને લઈ સોશિયલ મીડિયા પર ટ્રોલર્સના નિશાન પર આવી ગઈ છે. કરીનાની તસવીર જોઈને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. કરીનાની આ તસવીર એક્ટ્રેસ અમૃતા અરોરા અને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરમાં કરીના કપૂર ઝીરો સાઇઝમાં નજરે પડી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -