5 વર્ષની ઉંમરે મારું પણ થયું હતું જાતીય શોષણ, જાણો કઈ એક્ટ્રેસે કર્યો ખુલાસો
નિવેથાએ કહ્યું કે, ‘આજે આપણા દેશમાં અનેક ઘટનાઓ સામે આવી રહી છે, પણ કેટલીક જ એવી સમસ્યાઓ છે જેના માટે આપણે કંઈક કરી શકીએ છીએ, તેમાંની એક મહિલા સુરક્ષા પણ છે. અહીં ઘણી મહિલાઓ અને પુરુષ છે જે આ વીડિયોને જોનારા છે, હોઈ શકે છે કે, તેઓ જ્યારે બાળક હતા ત્યારે તેમનું પણ શારીરિક શોષણ થયું હોય, જેમાં હું પણ શામેલ છું. હું કેવી રીતે કહું કે, મારી સાથે બાળપણમાં શું થયું હતું. જ્યારે હું આશરે પાંચ વર્ષની હતી, ત્યારે મને ખબર નહોતી કે મારી સાથે શું થયું હતું. ખબર હોત તો હું પણ મારા માતા-પિતાને કહી શકી હોત.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકઠુઆ અને ઉન્નાવની ઘટનાઓ સામે આવ્યા બાદ દેશભરના લોકો રેપ જેવા ગંભીર અપરાધ માટે સખતમાં સખત સજા અપાવવાની માગણી કરી રહ્યાં છે. અભિનેત્રી સિમી ગ્રેવાલે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘આ દુનિયામાં આનાથી બર્બર કોઈ જાતિ નથી. આટલા રાક્ષસ રેપિસ્ટ. હું માત્ર એટલું પૂછવા માગું છું કે ભગવાન છે ક્યાં?’ કલ્કિએ લખ્યું કે, ‘મૈં હિન્દુસ્તાન હું ઔર મૈં શર્મિંદા હૂં.’
નિવેથાએ આગળ કહ્યું કે, ઘણીવાર તમારું શોષણ કોઈ અજાણી વ્યક્તિ નહીં પણ તમારા સંબંધી, દોસ્ત અથવા પછી પડોશી કરે છે. હું બધા માતા-પિતાને વધુ જવાબદાર બનવાનો આગ્રહ કરું છું. હા, મને ખબર છે કે, આ બિલકુલ સહજ નથી પણ પોતાના બાળકો સાથે બેસો અને આ વિશે વાત કરો. બાળકોને સારા અને ખરાબ સ્પર્શ વિશે કહો, કારણ કે આપણને ખબર નથી હોતી કે, સ્કૂલ અથવા ટ્યૂશનમાં શું થઈ રહ્યું છે. હું હવે બહાર જવાથી ડરવા લાગી છું. જ્યારે પણ કોઈ મારી નજીકથી પસાર થાય છે તો ગભરાઈ જાઉં છું.
નવી દિલ્હીઃ કઠુઆ અને ઉન્નાવ રેપ કેસ જેવા ધનધ્ય અપરાધોથી સમગ્ર દેશ હચમચી ગયો છે. સામાન્ય લોકોથી લઈને બોલિવૂડ સ્ટાર પીડિતા માટે ન્યાયની માગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા દ્વારા તમામ સેલિબ્રિટીઝ ઘટનાનો વિરોધ કરી રહ્યા છે. જ્યારે તમિલ એક્ટ્રેસ નિવેથા પેથુરાજે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. તેણે વીડ્યો પોસ્ટ કરી પોતાની વ્યથા જણાવી છે. નિવેથા વીડિયોમાં પોતાની સાથે થયેલ જાતીય શોષણની ઘટના વિશે જણાવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -