મુંબઇઃ બૉલીવુડમાં આ વર્ષે ઘણીબધા સેલેબ્સ પોતાના જીવનસાથીને મળી ગયા છે, અને હવે આ લિસ્ટમાં વધુ એક હૉટ એક્ટ્રેસનુ નામ પણ જોડાઇ રહ્યું છે. આ એક્ટ્રેસ છે પાયલ રોહતગી. પાયલ રોહતગી પોતાની બૉયફ્રેન્ડ રેસલર સંગ્રામ સિંહ સાથે ઘણા સમયથી રિલેશનશીપમાં છે, અને હવે તેઓ બન્ને લગ્ન કરવા જઇ રહ્યાં છે. 

Continues below advertisement


અત્યારે રેસલર સંગ્રામ સિંહ અને એક્ટ્રેસ પાયલ રોહતગી ખુબ ચર્ચામાં છે. પાયલ કંગનાના રિયાલિટી શૉનો લૉકઅપનો ભાગ પણ બની છે, જ્યાં તે ખુબ સારી ગેમ રમી રહી છે. બહારની દુનિયાથી પાયલ રોહતગી બેખબર છે પરંતુ એક મોટી ગુડ ન્યૂઝ છે. હોળીના તહેવારમાં પર જ સંગ્રામ સિંહએ પાયલની સાથે લગ્નનુ એલાન કરી દીધુ છે. બન્ને છેલ્લા કેટલાય વર્ષોથી રિલેશનશીપમાં છે અને હવે બન્નેએ લગ્ન કરવાનો ફેંસલો કરી લીધો છે. બન્ને લીવ ઇન રિલેશનશીપમાં છે.  


સંગ્રામે એક ઇન્ટરવ્યૂમાં પોતાની પર્સનલ લાઇફ વિશે વાત કરતા કેટલીક વાતો બતાવી છે. તેમને પાયલ રોહતગીની સાથે પોતાના સંબંધો અને ફેમિલી પ્લાનિંગને લઇને વાત કરી છે. સાથે જ લગ્નની ડેટ પણ બતાવી દીધી છે. જેને સાંભળીને ફેન્સ પણ ખુશ છે. 




ઇટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં સંગ્રામે કહ્યું કે અમે 11-12 વર્ષોથી સાથે છીએ, અમે બહુ પહેલાથી જ લિવ ઇનમાં રહેવાનુ શરૂ કરી દીધુ હતુ. હવે સમય આવી ગયો છે કે જલદી લગ્ન કરી લઇએ. સંગ્રામ સિંહે બતાવ્યુ કે તે જુલાઇમાં તેમના જન્મદિવસના એક દિવસ પહેલા કે એક દિવસ પછી લગ્ન કરશે. બન્નેના લગ્નની તારીખ જુલાઇ 2022 છે એ કન્ફોર્મ છે. આ ફન્ક્શન ગુજરાત કે હરિયાણામાં થશે.






આ પણ વાંચો....... 


ઘરમાં પ્રવેશતાં જ આપ તણાવ અનુભવો છો? ઘરમાં રાખેલી આ વસ્તુઓ નેગેટિવ ઊર્જા માટે છે જવાબદાર. સર્જે છે ઉદ્વેગ


ગેસ સિલિન્ડર બાદ હવે ઘરેલું PNGની કિંમત વધી, જાણો શું છે નવા ભાવ


પેટ્રોલિયમ ઉત્પાદનો પર ટેક્સ કલેક્શનથી સરકારે 9 મહિનામાં કરી અધધધ કમાણી, જાણો કેટલા લાખ કરોડ રૂપિયા મેળવ્યા


કોર્ટનો મોટો ચુકાદોઃ ધોરણ 10ની વિદ્યાર્થિનીને ભગાડી દુષ્કર્મ ગુજારનાર આરોપીને ફટકારી આજીવન કેદની સજા


હનિમૂન પર જતાં પહેલા ક્યારે ન કરશો આ ભૂલ, નહિ તો પાછળથી જીવનભર પસ્તાવવું પડશે


Surat : 'મેં મા બનનેવાલી થી તબ મુજે પીટા, યે સબ દર્દ લેકર મેં નહીં જી સકતી', હોટેલ રિસેપ્શનિસ્ટે કરી લીધો આપઘાત