ફિલ્મ રિલીઝ થયાના 25 વર્ષ બાદ આ વ્યક્તિએ બોની કપૂરની માંગી માફી, શ્રીદેવી હતી લીડ રોલમાં, જાણો વિગત
મુંબઈઃ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની ફિલ્મ ‘રૂપ કી રાની ચોરો કા રાજા’ને રિલીઝ થયાના 25 વર્ષ થઈ ચૂક્યા છે. તે જમાનામાં ફિલ્મો લાખો રૂપિયાના બજેટમાં બનતી હતી, પરંતુ વર્ષ 1993માં રિલીઝ થયેલી આ ફિલ્મ 9 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઉંધા માથે પછડાઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલ્મ ‘રૂપ કી રાની ચોરો કા રાજા’ દ્વારા નિર્દેશક તરીકે કરિયરની શરૂઆત કરનારા અભિનેતા સતીશ કૌશિકે નિર્માતા બોની કપૂરની બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ફ્લોપ થવા પર માફી માંગી છે.
રૂપ કી રાની ચોરો કા રાજા ફિલ્મનો એક સીન
તેમણે ફિલ્મનું પોસ્ટર પર શેર કર્યું. જેમાં અનિલ કપૂર, શ્રીદેવી, જેકી શ્રોફ અને અનુપમ ખેર નજરે પડી રહ્યા છે. આ ફિલ્મનું બજેટ તે સમયના હિસાબે ઘણું વધારે હતું પરંતુ ફિલ્મ અપેક્ષા પર ખરી ઉતરી નહોતી.
કૌશિકે સોમવારે ટ્વિટ કરીને કહ્યું, 25 વર્ષ પહેલા બોક્સ ઓફિસ પર આ નિષ્ફળ થઈ હતી પરંતુ તે મારું પહેલું બાળક હતું અને હંમેશા દિલની નજીક રહેશે. મેડમ શ્રીદેવીને યાદ કરીને હું બોની કપૂરની માફી માંગુ છું. તેમણે મને એક બ્રેક આપ્યો પરંતુ ફિલ્મ બાદ બધું ખરા થઈ ગયું.
કૌશિકની ટ્વિટર પોસ્ટને યૂઝર્સની મિશ્ર પ્રતિક્રિયા મળી છે. કેટલાક યૂઝર્સે તેની સાથે સહમત થયા તો અમુકે ફિલ્મમાં અપનાવવામાં આવેલી ટેક્નોલોજીની પ્રશંસા કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -