શ્રીદેવીના મોત બાદ બોની બાળકની જેમ રડતા હતા, જાણો કોણે કર્યો આવો ખુલાસો
ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં અદનાને કહ્યું, હાલ હું દુબઈમાં છું. ગત રાતે બોની કપૂર સાહેબને મળ્યો હતો. તે બાળકની જેમ રડી રહ્યા હતા. શ્રીદેવીના અવસાનથી સમગ્ર દેશ આઘાતમાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહું તેમના અંતિમ સંસ્કાર માટે ભારત આવવા માંગુ છું પરંતુ બંને દેશો વચ્ચે ચાલી રહેલા વિવાદને ધ્યાનમાં રાખી આ શક્ય નહીં બને.
મુંબઈઃ શ્રીદેવીના નિધન બાદ પાકિસ્તાની એક્ટર્સ પણ શોકમાં છે. દિવંગત એક્ટ્રેસ સાથે ફિલ્મ ‘મોમ’માં કામ કરી ચૂકેલો પાકિસ્તાની એક્ટર અદનાન સિદ્દીકી શ્રીદેવીના મોત બોની કપૂરને મળ્યો હતો. તે પણ મોહિત મારવાહના લગ્નમાં સામેલ થવા દુબઈ ગયો હતો. બોનીનું દુઃખ વર્ણવતાં તેણે કહ્યું કે, શ્રીદેવીના મોત બાદ તે બાળકની જેમ રડી રહ્યા હતા.
તેણે આગળ કહ્યું, પાકિસ્તાન, અમેરિકા, યુકે સિત અનેક દેશોના લોકો એક્ટ્રેસના મોત પર દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. મેરેજ ફંક્શનમાં શ્રીદેવી ખૂબ સુંદર લાગતી હતી. આજે તે આપણી વચ્ચે રહી નથી તેનો મને વિશ્વાસ થઈ રહ્યો નથી.
ઉલ્લેખનીય છે કે રવિવારે વહેલી સવારે દુબઈમાં હાર્ટઅટેકના કારણે શ્રીદેવીનું અવસાન થયું હતું. શ્રીદેવીના અવસાનના સમાચાર સાંભળી સમગ્ર બોલીવુડ શોકમગ્ન બની ગયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -