એશ્વર્યાનો રેડ કાર્પેટ પર જલવો, ઓફ શૉલ્ડર ગાઉનમાં કર્યું વૉક તો સૌકોઇ થઇ ગયા દંગ, જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 8 મેએ શરૂ થયો હતો અને 19 સુધી ચાલશે.
આ ફેસ્ટિવલમાં એશ્વર્યા ઉપરાંત દીપિકા, કંગના, સોનમ અને હુમા કુરેશી જેવી કેટલીક અભિનેત્રીઓ પણ જોવા મળી હતી.
કાન્સમાં હાજરીની સાથે જ એશ્વર્યાએ ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કરી લીધું. સમય સમય પર તે અપડેટ્સ ઇન્સ્ટા પર આપતી રહે છે.
તેની આ તસવીરને જોઇને એવો અંદાજ નથી લગાવી શકાતો કે આ અભિનેત્રી 44 વર્ષની છે.
આ ઓફ શૉલ્ડરર ગાઉનમાં એશ્વર્યાને જોઇને બધા દંગ થઇ ગયા હતા.
ફિલ્મોની વાત કરીએ તો તે ફિલ્મ ‘ફન્ને ખાન’માં અનિલ કપૂર અને રાજકપૂર રાવની સાથે જોવા મળશે.
કાલે ગાન્સમાં ફિલ્મ Sink or Swimનું પ્રીમિયર રાખવામાં આવ્યું હતું. તે પ્રસંગે એશ્વર્યા આ અંદાજમાં પહોંચી હતી.
રેડ કાર્પેટ પર જતા પહેલા પુત્રી આરાધ્યાને તેને કિસ કરીને પોતાનો પ્રેમ દર્શાવ્યો હતો. આ તસવીર એશ્વર્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
એશ્વર્યા રાયે 2002માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કર્યું છે.
એશ્વર્યાનું આ કાન્સમાં 17મું વર્ષ છે. આ દર વર્ષે પોતાના લૂકને લઇને એશ્વર્યા ચર્ચામાં રહે છે.
ઉલ્લેખનીય છે કે, એશ્વર્યા કાન્સમાં લોરિયલ મેકઅપ બ્રાન્ડને રિપ્રેઝન્ટ કરી રહી છે.
આની સાથે તેને સ્ટાઇલિશ અંદાજમાં વાળોનો જોડો બનાવ્યો હતો.
કાન્સના રેડ કાર્પેટ પર એશ્વર્યાનો આ બીજો દિવસ હતો, આ પ્રસંગે તેને Rami Kadi નું સિલ્વર ગાઉન સિલેક્ટ કર્યું હતું.
નવી દિલ્હીઃ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બીજા દિવસે એશ્વર્યા રાય બચ્ચને રેડ કાર્પેટ પર પોતાનો જલવો બતાવ્યો હતો. તેને એવું ગાઉન પહેર્યું, જે ઓફ શૉલ્ડર શિમરી ગાઉન હતું, લાઇટ મેકઅપ અને ઓછી જ્વેલરીમાં તેનો આ લૂક એકદમ અલગ જ હતો. તેને આ અવતારમાં રેડ કાર્પેટ પર ઉતરીને લોકોના દિલ જીતી લીધા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -