મુંબઈ: અક્ષય કુમાર અને કરીના કપૂર ખાનની ફિલ્મ 'ગુડ ન્યૂઝ'એ બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસ કરતા બીજા દિવસે વધારે કમાણી કરી છે. ફિલ્મ 'ગુડ ન્યૂઝ'એ પ્રથમ દિવસે 17.56 કરોડની કમાણી કરી હતી, જ્યારે બીજા દિવસે 21.78 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે બે દિવસમાં કુલ 39.34 કરોડની કમાણી કરી લીધી છે.


અક્ષય કુમાર અને કરિનાની આ ફિલ્મ રવિવારે કેટલો બિઝનેસ કરશે તે જોવું રસપ્રદ રહેશે. હાલમાં જ એક એનજીઓએ કર્ણાટક હાઈકોર્ટમાં આ ફિલ્મ આઈવીએફ સેન્ટર્સની ઈમેજ ખોટી બતાવવાનો આક્ષેપ કરતી એક અરજી કરી છે.

બોક્સ ઓફિસ પર ગુડ ન્યૂઝ ફિલ્મની ટક્કર સલમાન ખાનની ફિલ્મ 'દબંગ 3' સાથે છે. 'દબંગ 3' ફિલ્મ હોવા છતાં અક્ષય-કરિના કપૂરની ફિલ્મ ' ગુડ ન્યૂઝ' સારૂ પ્રદર્શન કર્યું છે. દબંગ 3 ગત અઠવાડિયે 20 ડિસેમ્બરના રિલીઝ થઈ હતી.