ફિલ્મો બાદ આ ફિલ્ડમાં ધમાલ મચાવશે અક્ષય કુમાર, પોસ્ટર આવ્યું સામે
abpasmita.in | 05 Nov 2019 06:52 PM (IST)
બોલિવૂડનાં ખેલાડી અક્ષય કુમાર મ્યુઝિક વીડિયોમાં ડેબ્યૂ કરવા જઇ રહ્યા છે. જેનું પોસ્ટર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે.
મુંબઈ: બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને કોમેડી, એક્શન, ડ્રામા સહિતની અનેક પ્રકારની ફિલ્મો આપ્યા બાદ અક્ષય કુમાર હવે એક મ્યુઝિક વીડિયોમાં ડેબ્યૂ કરવા જઇ રહ્યા છે. અક્ષય બી પાર્ક સાથે કામ કરવા જઇ રહ્યો છે, જેમણે ફિલ્મ કેસરીમાં 'તેરી મીટ્ટી' ગીત ગાયું હતું. હવે બી પાર્ક વધુ એક ગીત આવનાર છે. જેનું નામ 'ફિલહાલ' છે અને આ ગીત ગીતકાર જાનીએ લખ્યું છે. તે અક્ષય કુમાર ડેબ્યૂ મ્યુઝિક વીડિયો હશે. તેમાં પંજાબી સિંગર અને એક્ટર એમી વર્ક અને નુપુર સાનન નજર આવશે. અક્ષયે આ વિશે વાત કરતાં કહ્યું, 'અગાઉ, કેસરીમાં ‘તેરી મીટ્ટી’ ગીતમાં બી પાર્ક સાથે કામ કર્યા બાદ મને' ફિલહાલ'ની તૈયારી કરવામાં વધુ સમય લાગ્યો નહીં. આ ગીતનાં લિરિક્સ પણ ખૂબ સુંદર છે. જ્યારે હું જાનીને મળ્યો ત્યારે તેણે મને કહ્યું કે આ તેમનું શ્રેષ્ઠ લેખિત ગીત છે. મારો સંગીત વિડિઓ શાનદાર અવાજ અને લિરિક્સ સાથછે મારો મ્યૂઝિક વીડિયો ડેબ્યુ થયો છે. અક્ષયની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘હાઉસફુલ 4’ ની વાત કરીએ તો આ ફિલ્મ 10 દિવસમાં 172.58 કરોડની કમાણી કરી લીધી છે. બ્લેક બિકિનીમાં એક્ટ્રેસ મંદિરા બેદીએ શેર કરી બોલ્ડ તસવીરો અરેન્જ મેરેજ કરીને લગ્નના બંધનમાં બંધાશે આ હોટ એક્ટ્રેસ, ખુદ કર્યું કન્ફર્મ !