B'day: હું મારા પિતા જેવા વ્યક્તિ સાથે લગ્ન કરવા નથી માગતી: આલિયા ભટ્ટ
આલિયાએ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે 1999માં ફિલ્મ સંઘર્ષમાં કામ કર્યું હતું, આમાં તેને પ્રિતી ઝિન્ટીનો બાળપણનો રૉલ કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઇઃ બૉલીવુડની ચૂલબૂલી એક્ટ્રેસ આલિયા ભટ્ટનો આજે જન્મદિવસે છે, આલિયા 15 માર્ચ, 1993ના રોજ મુંબઇમાં જન્મી હતી, આજે તે પોતાનો 25મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. 6 વર્ષની નાની ફિલ્મી કેરિયરમાં પોતાની આગવી ઓળખ બનાવી લીધી છે. જન્મદિવસના પ્રસંગે આલિયા સાથે જોડાયેલી કેટલીક વાત અહીં કહેવામાં આવી છે. આલિયાએ એકસમયે એવું કહ્યું હતું કે, હું મારા પિતા જેવા વ્યક્તિ સાથે લગ્ન કરવા નથી માંગતી.
આલિયાનું નિકનેમ આલુ છે, તે પોતાના ઘઙરમાં સૌથી લાડકી છે, તેના પિતા મહેશ ભટ્ટ જાણીતા ફિલ્મમેકર છે અને માતા સોની રાજદાન એક્ટ્રેસ છે.
તેની પ્રૉફેશનલ લાઇફની વાત કરીએ તો તે આજકાલ બુલ્ગારિયામાં આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શૂટિંગ કરી રહી છે. રિપોર્ટ છે કે એક્ટ્રેસ પોતાના બર્થડે વાળા દિવસે શૂટિંગ કરશે. પછી રાત્રે રણબીર કપૂર અને અયાન મુખર્જીની સાથે બર્થડે સેલિબ્રેટ કરશે.
આલિયા પોતાના પિતાની ખુબ નજીક છે, પણ અસલમાં તે મમ્મા ગર્લ છે. તેની પડદા પર પોતાના મા સાથે કામ કરવાની ઇચ્છા છે.
આલિયાએ અનુપમ ખેરના ચેટ શૉમાં ખુલાસો કર્યો હતો કે તે પોતાના પિતા મહેશ ભટ્ટ જેવા વ્યક્તિ સાથે લગ્ન કરવા નથી માગતી.
આલિયા ભટ્ટ ઇન્ડસ્ટ્રીમાં સૌથી ફેવરિટ છે. તે કરિના કપૂરની મોટી ફેન છે. સાથે કેટરીના કૈફ સાથે તેની ખાસ મિત્રતા છે. બન્ને સાથે જીમ પણ કરે છે.
કહેવામાં આવે છે કે આલિયા ભટ્ટને વિમાની યાત્રાથી ડર લાગે છે, હંમેશા તે પ્લેનમાં મુસાફરી કરતી વખતે નવર્સ થઇ જાય છે.
2012માં તેને કરણ જોહરની ફિલ્મ સ્ટૂડન્ટ ઓફ ધ ઇયરથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું, ફિલ્મમાં રૉલ માટે 500 ગર્લ્સે ઓડિશન આપી હતી, જેમાં આલિયાને સિલેક્ટ કરવામાં આવી હતી, પણ તેની સામે શરત રાખવામાં આવી હતી કે તેને 3 મહિનામાં 16 કિલો વજન ઉતારવું પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -