મુંબઈઃ અલ્લુ અર્જુનની બ્લોક બસ્ટર ફિલ્મ ‘પુષ્પા’એ સાઉથમાં જ નહીં પણ ઉત્તર ભારતમાં પણ લોકોને ગાંડા કરી દીધા છે. ‘પુષ્પાઃ ધ રાઈઝ’નો જોરદાર ક્રેઝ છે અને ‘પુષ્પાઃ ધ રાઈઝ’ફિલ્મ સતત કમાણી કરીને સફળતાના નવા રેકોર્ડ બનાવી રહી છે.
આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે. અત્યાર સુધીમાં ‘પુષ્પા’ ફિલ્મે બોક્સ ઓફિસ પર 300 કરોડ રૂપિયાના કલેક્શનના આંકડાને પાર કરી લીધો છે. આ ફિલ્મે હિંદી ભાષામાં પણ સારી એવી કમાણી કરી છે અન અલ્લુ અર્જુનનું નામ હિન્દી સિનેમાના ચાહકોમાં પણ જાણીતું થઈ ગયું છે.
મજાની વાત એ છ કે, ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઈઝ’ માટે અલ્લૂ અર્જુન ડાયરેક્ટર સુકુમારની પહેલી પસંદ નહોતા. બલ્કે સાઉથના એક સુપરસ્ટારે આ ફિલ્મ નકારતાં અલ્લુ અર્જુનને લોટરી લાગી ગઈ છે.
ફિલ્મ ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઈઝ’નો રોલ સૌથી પહેલાં સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુને ઓફર થયો હતો. ડાયરેક્ટર સુકુમાર પોતાની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઈઝ’ની સ્ક્રીપ્ટ સાથે સૌથી પહેલાં મહેશ બાબુની પાસે પહોંચ્યા હતા પરંતુ મહેશ બાબુએ આ પ્રોજેક્ટને રિજેક્ટ કરી દીધો હતો. મહેશ બાબુની દલીલ હતી, ‘પુષ્પાઃ ધ રાઈઝ’ ફિલ્મ તેમની ઈમેજ સાથે મેચ કરતી નથી. આ તેમણે આ ફિલ્મમાં કામ કરવાનો ઈન્કાર કરી દીધો હતો.
ડિરેક્ટર સુકુમાર ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઈઝ’માં અલ્લૂ અર્જુનની સામે હીરોઈન એટલે કે લીડ એક્ટ્રેસ તરીકે પૂજા હેગડેને લેવા માગતા હતા. તેનું કારણ એ કે, અલ્લુ અર્જુન અને પૂજા હેગડેની જોડી સુપર હીટ ગણાય છે. જો કે તે સમયે ‘પુષ્પાઃ ધ રાઈઝ’ના શૂટિંગની ડેટ્સ પ્રભાસની ફિલ્મ રાધે શ્યામ સાથે ક્લેશ થઈ રહી હતી. આ કારણે પૂજા હેગડેએ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી અને આ રોલ રશ્મિકા માંદાનાને ઓફર થયો. રશ્મિકા પણ આ ફિલ્મના કારણે ઘેર ઘેર જાણીતી થઈ ગઈ છે.
આ પણ વાંચો-----
Medical Science And Infertility: લગ્નના વર્ષો બાદ પણ નથી કરી શકતા કંસીવ તો આ ટેકનિક કારગર છે
Health Tips: વધતી ઉંમરના લક્ષણોને રોકે છે આ 4 વસ્તુઓ, હંમેશા રહેશો યંગ, આ રીતે કરો સેવન
પાટણઃ ગીતા રબારીના શૂટિંગમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ ફરિયાદ દાખલ
Government Jobs: રેલ્વેમાં આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે....