આ વાયદાને પૂરો કરવાની જાણકરી અમિતાભે પોતાના ઓફિશિયલ બ્લોગ દ્વારા આપી. અહીં તેમણે કેટલીક તસવીરો પણ શેર કરી હતી, જેમાં તેઓ ભાવૂક દેખાઈ રહ્યા હતા. અમિતાભ બચ્ચન હુમલામાં શહીદ જવાનોના પરિવારજનોને મુંબઈ બોલાવ્યા અને પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં તેમને 5-5 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી. આ દરમિયાન અમિતાભ બચ્ચન સાથે તેમની દીકરી શ્વેતા નંદા અને અભિષેક બચ્ચન પણ ઉપસ્થિત રહ્યા હતા.
બ્લોગમાં અમિતાભે જણાવ્યું કે શહીદોના પરિવાર અને તેમનું એડ્રેસ મેળવવામાં વધારે સમય લાગી ગયો. પરંતુ અંતમાં તેમના પ્રયાસ સફળ રહ્યા. તેમણે કહ્યું કે તેઓ આ પરિવારોની મદદ કરવા ઈચ્છતા હતા અને તેઓ આમ કરવામાં સફળ થયા. આ વાતને લઈને અમિતાભે પોતાના ટ્વીટર પર પણ કવિતાના રૂપમાં ભાવનાઓ પ્રગટ કરી.