શૂટિંગમાં અમિતાભ બચ્ચન અને ફિલ્મ ડિરેક્ટર વચ્ચે કઈ બાબતે થઈ બોલાચાલી?
મુંબઈ: ફિલ્મ બનાવવા જેવું ટીમ વર્કથી કોઈ કામ થઈ રહ્યું હોય ત્યારે ક્રિએટિવ મતભેદો થાય એ સ્વાભાવિક છે. હવે જ્યારે કોઈ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને આમિર ખાન જેવા દિગ્ગજ એક્ટર્સ હોય તો સ્વાભાવિક રીતે તેમના તરફથી આઇડિયાઝ તો આપવામાં આવે જ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડિરેક્ટર વિજય ક્રિષ્ના આચાર્યને આ બાબતે પૂછવામાં આવ્યું તો તેમણે આ ઘટના બની હોવાનો ઇન્કાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘આ વાતમાં કોઈ સચ્ચાઈ નથી. મિસ્ટર બચ્ચન બિલકુલ પ્રોફેશનલ છે. અમારી વચ્ચે સારો રેપો છે. એટલે આવી અટકળોથી મને આઘાત લાગ્યો છે.’
આ પહેલાં ‘ટશન’ અને ‘ધૂમ 3’ને ડિરેક્ટ કરનારા વિજય ક્રિષ્ના આચાર્ય ‘ઠગ્ઝ ઓફ હિન્દોસ્તાં’ને ડિરેક્ટ કરી રહ્યા છે. રિસન્ટલી એક ચોક્કસ સીનના શૂટિંગના મામલે સીનિયર બચ્ચન અને આ ડિરેક્ટરની વચ્ચે બોલાચાલી થઈ હતી.
ફિલ્મ સારી બને એ માટે ટીમના બધાં મેમ્બર્સ ઇનપુટ્સ આપતાં રહેતાં હોય છે. જોકે, ક્યારેક એના લીધે એકસરખું વિઝન ન ધરાવતી બે વ્યક્તિઓ વચ્ચે વિવાદ પણ થાય છે. ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાં’ના સેટ્સ પર અત્યારે બિલકુલ એમ જ થયું હતું.
એક રિપોર્ટ અનુસાર બિગ બી એક ચોક્કસ શોટથી ખુશ નહોતા જ્યારે ડિરેક્ટર આચાર્ય એને વળગી રહ્યા હતા. વાતચીત થોડા સમયમાં દલીલબાજીમાં ફેરવાઈ ગઈ હતી. જેના લીધે સેટ્સ પર તણાવજનક સ્થિતિ સર્જાઈ હતી. આમિર ખાને આ મામલે હસ્તક્ષેપ કર્યા બાદ જ ઉકેલ આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -