ગુજરાત સરકાર હવે 4 લાખ કર્મચારીઓને આપશે ઘરનું ઘર, જાણો શું છે યોજના?
એટલું જ નહીં સ્થાનિક સત્તામંડળ, નગરપાલિકા કે હાઉસીંગ બોર્ડ નહીં નફો નહીં નુકસાનના ધોરણે ફ્લેટ બાંધી આપશે. જમીનની કિંમત, ફ્લેટની કિંમત સહિતની બાબતો હજુ નક્કી થઈ નથી, પરંતુ આ અંગે હજુ વિચારણા ચાલું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. રાજ્ય સરકાર હસ્તકના સીધા કર્મચારીઓને નોકરીના જિલ્લામાં મકાન ન લેવું હોય તે વતનના જિલ્લામાં અરજી કરી શકે તેવી પણ જોગવાઇ રખાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂત્રોના જણાવ્યા પ્રમાણે કર્મચારીઓને રાહતદરે ફ્લેટ આપવા નવી નીતિ તૈયાર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેની દરખાસ્ત સીએમઓ સુધી પહોંચી છે. મુખ્યમંત્રી મંજૂરી આપે એટલે તેની જાહેરાત કરાશે. અગાઉ ગાંધીનગરમાં માત્ર બિનબદલીપાત્ર કર્મચારીઓને પ્લોટ ફાળવવાની નીતિ હતી પરંતુ તેના ઉપર સુપ્રીમ કોર્ટના સ્ટેને કારણે હવે ફાળવણી અટવાઇ છે.
2017ની ચૂંટણીમાં ભાજપ 150 બેઠક જીતવાનું મિશન લઈને ચાલે છે. ભાજપ સરકારને જો મિશન 150 પાર પાડવું હોય તો લોકપ્રીય નિર્ણયો લેવા ખૂબ જ જરૂરી છે. રાજ્ય સરકારના કર્મચારીઓને રાહતદરે ઘરનું ઘર આપવાનો નિર્ણય પણ ભાજપ સરકારની ચૂંટણીલક્ષી રાજકીય લાભ ખાટવાની કવાયતના ભાગરૂપે જ મનાય છે.
મકાન મેળવવા માંગતા કર્મચારીઓએ અમુક નિયત કરાનાર સભ્યોની સહકારી મંડળી બનાવી તેનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ સોસાયટી વતી તેમણે મહેસૂલ વિભાગ પાસે જમીનની માંગણી કરવાની રહેશે. જમીન નક્કી થયા બાદ મંડળીની દરખાસ્ત અનુસાર સત્તામંડળ કે હાઉસીંગ બોર્ડ દ્વારા ફ્લેટ તૈયાર કરી અપાશે.
સરકારે અગાઉ ગાંધીનગરમાં પ્લોટ ફાળવણી માટેની નીતિ તૈયાર કરી હતી. તે પ્રમાણે બદલીપાત્ર કર્મચારીઓને પણ વતનમાં પ્લોટ આપવાનો નિયમ બનાવાયો હતો પરંતુ જમીનની મર્યાદાને કારણે બહુ ઓછા કર્મચારીઓને તેનો લાભ મળ્યો હતો. જેના પગલે પાત્રતા ધરાવતા તમામ કર્મચારીઓન મકાનનો લાભ મળે તે માટે ફ્લેટ ટાઇપ મકાનો આપવાની યોજના તૈયાર કરાઇ રહી છે.
ગાંધીનગર: 2017ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે 4 લાખ કર્મચારીઓને રીઝવવાનો નિર્ણય લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આગામી ચૂંટણીને અનુલક્ષીને સરકાર 4 લાખ કર્મચારીને રાહતદરે પોતાનું ઘરનું ઘર મળે તે માટે સરકાર જાહેરાત કરી શકે છે.
આ સ્કીમનો લાભ નોકરીમાં સળંગ 5 વર્ષ પુરા કર્યા હોય તેમને મળશે. સૂત્રો મુજબ શહેરી વિસ્તારોમાં જમીન ઉપલબ્ધ ન હોય તેવા કિસ્સામાં શહેરથી નજીક સત્તામંડળ વિસ્તાર કે તેની આસપાસમાં મહેસૂલ વિભાગ પ્લોટ આઇડેન્ટીફાઇ કરશે અને તેના ઉપર ટાવર ટાઇપ ઇમારત બનાવીને ફ્લેટની ફાળવણી કરશે.
આ સંજોગોમાં સરકારે બદલીપાત્ર અને જિલ્લાની કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને પણ તેનો લાભ મળે તે માટે સરકાર સર્વગ્રાહી નીતિ તૈયાર કરી રહી હોવાનું સૂત્રોનું કહેવું છે. દરખાસ્ત મુજબ જિલ્લાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ સહકારી સોસાયટી બનાવી મકાન મેળવવા અરજી કરે તે પ્રમાણે મહેસૂલ વિભાગ રાહત દરે પ્લોટ ફાળવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -