76 વર્ષીય અમિતાભ બોલીવુડમાં આવ્યાને 50 વર્ષ થઈ ગયા છે તેમ છતાં તેમનું એનર્જી લેવલ હંમેશા શાનદાર હોય છે. આજે પણ અમિતાભ બોલીવુડના ન્યૂકમર્સને તેમના એનર્જેટિક અંદાજથી ટક્કર આપે છે. હાલ પણ તે ફિલ્મોમાં કામ કરે છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. આ દરમિયાન તેમણે એક ફોટો ટ્વિટર પર શેર કર્યો છે. જેમાં તેઓ અલગ જ અંદાજમાં જોવા મળે છે. ફોટો શેર કરીને અમિતાભે તેમની વધતી ઉંમર પર પ્રથમ વખત અફસોસ વ્યક્ત કર્યો છે.
બિગ બીએ ફર્સ્ટ લુક શેર કરીને લખ્યું છે કે વધતી ઉંમર સાથે બસ એક જ વાતનો અફસોસ હંમેશાં રહે છે ‘તું’ કહીને બોલાવનારા ઘણા ઓછા થઇ જાય છે. તેમનો આ ફોટો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. બિગ બી તમિલ ફિલ્મ સિવાય તેલુગુ ફિલ્મ 'સ્યે રા નારાસિમ્હા રેડ્ડી'માં કેમિયો રોલમાં પણ જોવા મળશે.
ગયા વર્ષના ઓગસ્ટ મહિનામાં આ ફિલ્મની જાહેરાત કરી હતી ત્યારે પણ સૂર્યાએ કહ્યું હતું કે હું બચ્ચન સર સાથે કામ કરવા ઘણા સમયથી ઉત્સુક હતો. હું ખુબ જ ખુશ છુ પણ જયારે તેમની સાથે કામ કરવાની વાત આવે ત્યારે હું નર્વસ પણ થઈ જાઉં છું.
ચૂંટણી પ્રચારમાં ‘ઓટો ડ્રાઈવર’ બની બોલિવૂડની આ એક્ટ્રેસ, જાણો કઈ સીટ પરથી લડશે ચૂંટણી
Fake એકાઉન્ટ્સ પર ફેસબુકની ‘સર્જિકલ સ્ટ્રાઈક’, કોંગ્રેસ સાથે સંકળાયેલા કેટલા પેજ હટાવ્યા, આંકડો જાણીને ચોંકી જશો
લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવે બનાવી નવી પાર્ટી, જાણો શું નામ રાખ્યું
અમદાવાદમાં યલો એલર્ટ જાહેર, ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી, જુઓ વીડિયો