બોલીવુડના આ સુપરસ્ટારે ઉત્તર પ્રદેશના 1398 ખેડૂતોનું બેંકનું દેવુ પોતે ચૂકવી દીધું, પહેલાં મહારાષ્ટ્રના 2000 ખેડૂતોનું દેવું ચૂકવેલું, જાણો વિગત
અમિતાભે 'કૌન બનેગા કરોડપતિની ૧૦ મી સીઝનનું શૂટિંગ પુરુ કરી લીધું છે. આ શોનો છેલ્લો એપિસોડ ૨૩ નવેમ્બરે પ્રદર્શિત થશે.તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, 'કેબીસીનું ફિનોલનું શૂટિંગ પતી ગયું. આ સીઝનનું સમાપન થઇ ગયું. ૨૦૦૦ની સાલથી આ શો શરૂ થયો છે જેને આજે ૧૮ વરસ થઇ ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા તેમણે મહારાષ્ટ્રના કિસાનોનું પણ ઋણ ચુકવ્યું હતું. અમિતાભ બચ્ચને મહાર્ષ્ટ્રના 200 જેટલા ખેડૂતોનું 1.25 કરોડ રૂપિયાનું દેવું ચૂકવ્યું હતું.
મુંબઈઃ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન મહારાષ્ટ્ર બાદ હવે ઉત્તર પ્રદેશના ખેડૂતોનું દેવું ચૂકવશે અને તેના માટે તે વ્યક્તિગત ખેડૂતોને મળશે અને તેમને બેંકનો પત્ર આપશે. અમિતાભ બચ્ચનના પ્રવક્તાએ કહ્યું કે, તે 70 ખેડૂતોને મુબંઈ લાવવા અને તેમને બેંકનો પત્ર આપવાની વ્યવસ્થા કરશે. તે ઉત્તર પ્રદેશના 1398 ખેડૂતોનું 4.05 કરોડ રૂપિયાથી વધારેનું દેવું ચૂકવશે. અમિતાભે ખેડૂતોનું દેવુ ચૂકવવા માટે બેંક ઓફ ઇન્ડિયા સાથે વન ટાઈમ સેટલમેન્ટ કર્યું છે. તે 26 નવેમ્બરે ખેડૂતો સાથે મુલાકાત કરી તેમને બેંકનો પત્ર સોંપશે.
આ માટે ૭૦ ખેડૂતોને મુંબઇ બોલાવામાં આવ્યા છે અને તેમના માટે ટ્રેનનો એક સંપૂર્ણ ડબ્બો બુક કરવામાં આવ્યો છે. અમિતાભના પ્રવકતાએ વધુમાં કહ્યું હતું કે, અમિતાભે ઉત્તર પ્રદેશના ૧૩૯૮ ખેડૂતોનું દેવું ચુકવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -