અમિતાભ બચ્ચનની તબિયત સુધરી, બોલ્યા- 'ચાલો આ બહાને પોતાનાઓની તો ખબર પડી'
ઠગ્સ ઓફ હિન્દુસ્તાન એક એક્શન એડવેન્ચર ફિલ્મ છે. ઓફિશિયલ ડેટ તો બહાર નથી આવી પણ વર્ષના અંત સુધી આને રિલીઝ કરવામાં આવી શકે છે. આ ફિલ્મના નિર્દશન વિજય કૃષ્ણા આચાર્ય કરી રહ્યાં છે. ફિલ્મમાં એક્ટ્રેસ કેટરીના કૈફ અને ફાતિમા સના શેખ પણ મુખ્ય ભૂમિકામાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન'માં અમિતાભ બચ્ચન, આમિર ખાનની સાથે લીડ રૉલ કરતાં જોવા મળશે. યશરાજ ફિલ્મ્સના સેટ પરથી અમિતાભના લૂકની તસવીર લીક થઇ છે, આમાં તેમને ઓળખવા મુશ્કેલ હતા. અમિતાભ પોતાના માથે સાફો બાંધેલા, પીઠ પર તલવાર લઇને એક યોદ્ધાના રૂપમાં જોવા મળ્યા હતા.
પહેલા રિપોર્ટ હતા કે, અમિતાભ શૂટિંગ છોડીને મુંબઇ પહોંચી જશે, પણ ડૉક્ટરોએ ચેકઅપ બાદ કહ્યું કે તેમની તબિયત બરાબર છે. થોડોક આરામ કર્યા બાદ ફરીથી કામ પર પરત ફરશે. સાંજે તબિયત બરાબર થતાં શૂટિંગ સ્પૉટ જોવા ગયા હતા.
અમિતાભ બચ્ચન ઠગ્સ ઓફ હિન્દુસ્તાન માટે જોધપુરમાં છે, તેમને પેટમાં દુઃખાવો થયો ત્યારબાદ ડૉક્ટરની એક ટીમે જોધપુર પહોંચીને બિગ-બીનો ચેકઅપ કર્યો હતો. આ ટીમે ગેસ્ટ્રૉલોજિસ્ટ જયંત લીડ કરી રહ્યાં હતા. જોકે, બાદમાં જયા બચ્ચને જણાવ્યું કે અમિતાભને દુઃખાવો થઇ રહ્યો છે. ફિલ્મમાં ભારે કૉસ્ચ્યૂમ પહેરવાના કારણે તેમની પીઠ પર દુઃખાવો થયો હતો.
તબિયતમાં સુધારો થયા બાદ મોડી રાત્રે બિગ-બીએ ટ્વીટ કરીને માહિતી આપી કે તે હવે સ્વસ્થ છે, તેમને લખ્યું- ''कुछ कष्ट बढ़ा चिकिस्तक को चिकिस्ता के लिए बुलाना पड़ा; इलाज प्रबल, स्वस्थ हुए नवल, चलो इसी बहाने, अपनों का पता तो चला..'' જોકે એ સ્પષ્ટ નથી થયું કે અમિતાભે આ ટ્વીટ કેમ અને કોના માટે કર્યું.
નવી દિલ્હીઃ બૉલીવુડના દિગ્ગજ એક્ટર અને બિગ-બી તરીકે ઓળખતા અમિતાભ બચ્ચનની ગઇકાલે તબિયત બગડતાં તેમને તાત્કાલિક ડૉક્ટરી સારવાર લેવી પડી હતી. જોકે, આ અંગે અમિતાભે પોતાના બ્લૉગમાં પણ ઉલ્લેખ કર્યો હતો. અમિતાભે એક ટ્વીટ કરી કવિતા લખીને કહ્યું કે, બિમારી પછી ખબર પડે છે કે કોણ આપણું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -